AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય રેલવે શરૂ કરશે ‘ભારત ગૌરવ’ AC ટૂરિસ્ટ ટ્રેન, ગુજરાત હેરિટેજના થશે દર્શન

ભારતીય રેલવે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ટ્રેનના રૂટ અને અન્ય સુવિધાઓ વિશે પણ ભારતીય રેલવે દ્વારા માહિતી આપવામાં આવી છે.

ભારતીય રેલવે શરૂ કરશે 'ભારત ગૌરવ' AC ટૂરિસ્ટ ટ્રેન, ગુજરાત હેરિટેજના થશે દર્શન
'ભારત ગૌરવ' એસી ટૂરિસ્ટ ટ્રેનImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 4:03 PM
Share

ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ AC પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે.

ભારત ગૌરવ ડીલક્સ AC ટૂરિસ્ટ ટ્રેન

પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.

આ પણ વાચો: Knowledge News: શું તમને ખબર છે કે રેલવે ટ્રેક પર અને આજુબાજુમાં કેમ પથ્થરો રાખવામાં આવે છે ? આ છે મુખ્ય ત્રણ કારણ

ગ્રાહકો માટે EMI ચુકવણીનો ઓપ્શન

પ્રવાસીઓ આ ટૂરિસ્ટ ટ્રેનમાં ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર પણ આ પ્રવાસી ટ્રેનમાં બોર્ડ/ડીબોર્ડ કરી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે, IRCTC એ પેમેન્ટ ગેટવેની સાથે ગ્રાહકોને EMI ચુકવણીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

પહેલા ભારત દર્શનના નામથી ચાલતી હતી ટ્રેન

અગાઉ આવી જ ટ્રેન ભારત દર્શન ટ્રેનના નામથી ચાલતી હતી. તેનું ભાડું સ્લીપર ક્લાસમાં પેસેન્જર માટે 900 રૂપિયા પ્રતિ દિવસ અને થર્ડ-એસીમાં 1500 રૂપિયા પ્રતિ દિવસ હતું. પરંતુ આ ટ્રેન એપ્રિલ 2022માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેને જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં 16 ટ્રીપ પૂરી કરી હતી અને લગભગ 13.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">