IRCTCને ટ્વીટ કરવું પડ્યું ભારે, મહિલાના એકાઉન્ટમાંથી ઉડી ગયા 64 હજાર, જાણો સમગ્ર ઘટના
લોકોની ભૂલનો ફાયદો ઉઠાવી સ્કેમર્સ પોતાનો શિકાર મેળવે છે. આવું જ કંઈક મુંબઈમાં એક મહિલા સાથે થયું. મહિલાની એક ભૂલને કારણે સ્કેમર્સે તેની સાથે 64 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. આવો જાણીએ સમગ્ર મામલો.

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા લોકોને ઘણી રીતે મદદરૂપ થતા હોય છે. આ પ્લેટફોર્મ દ્વારા લોકો ઘણા બધા લોકો સુધી તેમનો અવાજ પહોંચાડવામાં સક્ષમ છે. એટલું જ નહીં, ઘણા લોકો તેમની આસપાસ બનતી સમસ્યાઓને પબ્લિક ડોમેનમાં સરળતાથી ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયાનો લાભ માત્ર લોકોને જ નથી મળી રહ્યો, પરંતુ સ્કેમર્સ પણ આ પ્લેટફોર્મ્સ પર તેમના ટાર્ગેટ શોધે છે. હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને આઈઆરસીટીસીને ટ્વીટ કરવું ભારે પડ્યું છે.
લોકોની ભૂલનો ફાયદો ઉઠાવી સ્કેમર્સ પોતાનો શિકાર મેળવે છે. આવું જ કંઈક મુંબઈમાં એક મહિલા સાથે થયું. મહિલાની એક ભૂલને કારણે સ્કેમર્સે તેની સાથે 64 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. આવો જાણીએ સમગ્ર મામલો.
શું છે સમગ્ર મામલો?
ખરેખર, પીડિતા તેની RAC ટિકિટનું અપડેટ જાણવા માંગતી હતી અને આ માટે તેણે ટ્વિટર પર IRCTCને ટેગ કરીને ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં તેણે પોતાનો મોબાઈલ નંબર અને ટિકિટની વિગતો શેયર કરી હતી. મહિલાએ IRCTC વેબસાઈટ પરથી 14 જાન્યુઆરીની ત્રણ ટિકિટ બુક કરાવી હતી. જો કે, તેની ટિકિટ RAC થઈ ગઈ હતી. તેણે ટિકિટની પૂછપરછ માટે IRCTCને પોતાનો નંબર અને ટ્રેન ટિકિટ ટ્વીટ કરી હતી. સ્કેમર્સે તેની ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેની સાથે છેતરપિંડી કરી.
2 રૂપિયા ભરવા માટે 64 હજાર કપાયા
ટ્વીટ કર્યાના થોડા સમય પછી મહિલાને સ્કેમર્સનો કોલ આવ્યો. સ્કેમર્સે પોતાને IRCTCના ગ્રાહક સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે રજૂ કર્યા. સાયબર ઠગએ આરએસી ટિકિટ કન્ફર્મ કરવામાં મદદ કરવાનું કહ્યું. આ પછી વ્યક્તિએ મહિલાના ફોન પર એક લિંક મોકલી અને તેને બધી વિગતો ભરવા માટે કહ્યું. આ સાથે સ્કેમરે તેને બે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું પણ કહ્યું હતું. પીડિતાએ સ્કેમરે જે કરવાનું કહ્યું તેમ કર્યું. પ્રોસેસને ફોલો કરતાની સાથે જ તેમને તેમના ખાતામાંથી રૂ. 64,011નો ટ્રાન્ઝેક્શન મેસેજ મળ્યો.
જ્યારે મહિલાને છેતરપિંડીનો અહેસાસ થયો તો તે પોલીસ પાસે ગઈ. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેતરપિંડી વિશે જાણ્યા પછી મહિલાએ તે નંબર પર ઘણી વખત ફોન કર્યો, પરંતુ તે નંબર બંધ આવતો હતો.