ભારતીય સેનાનો બહાદૂર શ્વાન Zoom થયો શહીદ, પગ તૂટ્યો, ગોળી વાગી છતા આતંકીઓને ઉતાર્યા હતા મોતને ઘાટ
હાલમાં આતંકીઓ સામે લડતા લડતા એક બહાદૂર શ્વાન શહીદ થયો છે. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં આતંકીઓને સામે જંગ જીતનાર ભારતીય સેનાનો Zoom શ્વાન જિંદગીનો જંગ હારી ગયો છે.
Indian Army Dog Zoom : ભારતની ચારેય બાજુ બહાદૂર સેનાના સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે. દુશ્મનોના દરેક હુમલાનો જવાબ આપવા માટે ભારતીય વાયુ સેના, ભારતીય નેવી અને ભારતીય થળ સેનાના સૈનિકો 24 કલાક તૈનાત રહે છે. દેશની એક મહત્વની સરહદ જમ્મૂ કશ્મીરમાં લગભગ દરરોજ આતંકી પ્રવૃતિઓને કારણે તણાવનો માહૌલ હોય છે. જેના કારણે આતંકીઓની સાથેની લડાઈમાં અઠવાડિયામાં 1-2 વાર દેશના કોઈ સૈનિકના શહીદ થવાના સમાચાર આવે છે. પણ હાલમાં આતંકીઓ સામે લડતા લડતા એક બહાદૂર શ્વાન શહીદ થયો છે. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં આતંકીઓને સામે જંગ જીતનાર ભારતીય સેનાનો Zoom શ્વાન જિંદગીનો જંગ હારી ગયો છે.
10 ઓકટોબરના રોજ અનંતનાગમાં આતંકીઓને સામે જીતવામાં આ શ્વાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન તે ઘાયલ પણ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લગભગ 3 દિવસ મોત સામે લડીને ભારતીય સેનનો આ બહાદૂર શ્વાન આજે બપોરે 12 વાગ્યે દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો છે. આજે બપોરે 11.45 વાગ્યા સુધી તે સારી રીતે રિસ્પોન્સ કરતો હતો, લાગી રહ્યુ હતુ કે તેની હાલત ધીરે ધીરે સારી થઈ જશે. પણ તેનું સ્વાસ્થ્ય બગડી ગયુ અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેણે 12 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
પગ તૂટ્યો અને 2 ગોળી પણ વાગી
We wish Army assault dog ‘Zoom’ a speedy recovery. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/i1zJl0C2Gw
— Chinar Corps – Indian Army (@ChinarcorpsIA) October 10, 2022
Sad news. Army dog ‘Zoom’ that was under treatment at 54 AFVH has died around 12 noon today. Apparently it was improving and responding well and looked fine till around 1145 when it suddenly started gasping and soon collapsed. Salute the soldier for dying in the line of duty. pic.twitter.com/SUhXzJJF0Y
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 13, 2022
10 ઓક્ટોબરના રોજ ZOOM શ્વાન એ આતંકવાદીઓની ઓળખ કરીને તેમના પર હુમલો કર્યો હતો. તે દરમિયાન તેને આતંકવાદીઓની 2 ગોળી વાગી હતી. ભારતીય સેનાના આવા અનેક ઓપરેશનમાં ZOOM શ્વાન એ પોતાની બહાદૂરી બતાવી હતી. આ ઘટનામાં તેણે 2 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેના કેટલાક વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યા હતા. ZOOM શ્વાન જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી પ્રાર્થના પણ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. પણ આજે દેશે પોતાનો વધુ એક બહાદૂર સૈનિક શહીદ થયો છે.
Zoomની બહાદૂરીના કેટલાક વીડિયો
Real footage from anantnag Op and zoom’s bravery. Zoom was thought to be in stable condition & medical team was appointed for observation,. Both the terrorist have been killed but unfortunately the dog zoom dies of bullet injury
Salute pic.twitter.com/aDNNIMF5BA
— Nd #Veer_Savarkar (@nair_nandu08) October 13, 2022
Travel well Zoom. Dog heaven awaits you. Thank you for your service. India will always remember you and will be always grateful you for your service towards nation JAI HIND.
This is video of zoom during his training period. pic.twitter.com/KmHfLoRnf9
— Bhaumik (@NaikBhaumik) October 13, 2022
Meet #zoom Indian Army’s combat dog who got injured in recent south #Kashmir gunfight. He is stable now & under treatment. pic.twitter.com/BSEeWfz49A
— Irfan Quraishi (@irfanquraishi85) October 12, 2022
કોણ છે ભારતીય સેનાનો બહાદૂર શ્વાન Zoom?
તે એક પ્રશિક્ષિત, ક્રૂર અને પ્રતિદ્ધ શ્વાન છે. તેમની મદદ આતંકીઓને પકડવા માટે લેવામાં આવે છે.આ શ્વાન દક્ષિણ કશ્મીરમાં ઘણા સક્રિય અભિયાનોનો ભાગ હતો. હાલમાં એક ઘરની તપાસ દરમિયાન તેને આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ તે બહાદૂર સૈનિકની જેમ લડયો અને 2 આતંકીઓને મારવામાં મદદ કરી. તેને સારવાર માટે પશુ ચિકિત્સક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.