AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગરૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિશાળ જથ્થો મોકલ્યો છે.

અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં
India will send wheat to afghanistan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:39 PM
Share

અફઘાનિસ્તાનના(Afghanistan)  લોકોની મદદ માટે ભારતે એક મોટું પગલુ ભર્યું છે. મંગળવારે પાકિસ્તાન (Pakistan) મારફતે 50,000 મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે. તમને જણાવવુ રહ્યુ કે,આ કન્સાઇનમેન્ટને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા (Foreign Secretary Harsh Vardhan Shringla)ફ્લેગ ઓફ કરશે. આ દરમિયાન ભારત આવેલા એક અફઘાન નાગરિકે કહ્યુ કે,’અમે અફઘાનિસ્તાનથી આવ્યા છીએ.. હું ખૂબ જ ખુશ છું.’ અત્યાર સુધીમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) લગભગ 7 મિલિયન અફઘાન લોકોની મદદ કરી ચૂક્યું છે.

ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો

મળતી માહિતી મુજબ,પાકિસ્તાન સાથેની વાતચીત અનુસાર અનાજનો આ માલ અટારી-વાઘા લેન્ડ બોર્ડર થઈને પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચશે.તમને જણાવવુ રહ્યુ કે, ભારતે 7 ઓક્ટોબર 2021ના રોજ ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં 50,000 ટન ઘઉં પાકિસ્તાન મારફતે રોડ માર્ગે અફઘાનિસ્તાન મોકલવા ટ્રાન્ઝિટ સુવિધાની વિનંતી કરી હતી, જેનો તેને 24 નવેમ્બર, 2021ના રોજ સ્વીકાર થયો હતો. પાકિસ્તાન તરફથી મળેલા જવાબના આધારે બંને પક્ષોએ સાથે મળીને પરિવહન સંબંધિત તમામ વાતચીત નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તેના માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગ રૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં જીવનરક્ષક દવાઓ અને અન્ય તમામ આવશ્યક ચીજોનો વિશાળ જથ્થો મોકલ્યો છે. દવાઓનું છેલ્લું કન્સાઈનમેન્ટ ગયા શનિવારે જ આવ્યું હતું, જે ભારતથી અફઘાનિસ્તાન મોકલવામાં આવેલા માલનું પાંચમું કન્સાઈનમેન્ટ હતું.

ભારત લગભગ 70 લાખ અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે

બે અઠવાડિયા પહેલા ભારતે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. યુએનએ પાકિસ્તાનને ભારતને જમીન માર્ગે અફઘાનિસ્તાનમાં 50,000 ટન ઘઉં મોકલવાની મંજૂરી આપવા જણાવ્યુ હતુ.ભારતમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના ડાયરેક્ટર બિશો પરજુલીએ કહ્યુ કે, ભારત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા લગભગ 7 મિલિયન અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે. ભારત સરકારની આ માનવતાવાદી સહાયની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ દેશની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Manipur Election: PM મોદીએ કહ્યુ, ‘ભાજપે અશક્યને શક્ય બનાવ્યું, કોંગ્રેસ લોકોની વેદનાને સમજી શકતી નથી’

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">