અફઘાનિસ્તાનના સીઝ ફંડને લઈને અમેરિકાએ લઇ લીધો મોટો નિર્ણય, તાલિબાને ભડકીને કહી દીધું કંઈક આવું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનના સીઝ ફંડને લઈને મોટો નિર્ણય લીધો છે.જેનાથી તાલિબાન નારાજ છે. બાઇડને પૈસા મુક્ત કરવાની અને તેને બે ભાગમાં વહેંચવાની વાત કરી છે.
તાલિબાને (Taliban) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને (joe biden) નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. જેના હેઠળ અમેરિકા હવે અહીં જપ્ત કરવામાં આવેલી અફઘાન સંપત્તિમાંથી 7 અરબ ડોલર મુક્ત કરશે. આ નાણાંને બે ભાગમાં વહેંચવામાં આવશે, ત્યારબાદ તેનો એક ભાગ ગરીબીથી પીડિત અફઘાનિસ્તાન માટે માનવીય સહાય માટે અને બીજો ભાગ 11 સપ્ટેમ્બરના પીડિતોને મદદ કરવા માટે આપવામાં આવશે. સ્થાનિક ખામા પ્રેસ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના નિયુક્ત રાજદૂત સુહેલ શાહીને કહ્યું કે આ પૈસા માત્ર અફઘાનિસ્તાનના લોકોના છે.
તેણે પોતાના ટ્વિટર પોસ્ટમાં કહ્યું, ‘અફઘાનિસ્તાન બેંક – અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકની અનામત સરકારો અને જૂથોની નથી, પરંતુ તે અફઘાનિસ્તાનના લોકોની સંપત્તિ છે. તેનો ઉપયોગ માત્ર નાણાકીય નીતિના અમલીકરણ માટે વેપારને સરળ બનાવવા અને દેશની નાણાકીય વ્યવસ્થાને વેગ આપવા માટે થાય છે. યુએસ બેંકો પાસે હજુ પણ 3.5 અરબ ડોલર ફ્રીઝ છે.
2/2 used for any other purpose rather than that. It’s freezing or disbursement unilaterally for any other purpose is injustice and not acceptable to the people of Afghanistan.
— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) February 13, 2022
તાલિબાને પૈસાની વહેંચણીમાં અન્યાય હોવાનું જણાવ્યું હતું
શાહિને આની ટીકા કરતા કહ્યું કે અન્ય કોઈ હેતુ માટે પૈસા ફ્રીઝ કરવા અને વહેંચવા એ અન્યાય છે અને તે અફઘાનિસ્તાનના લોકોને સ્વીકાર્ય નથી.અમેરિકા તરત જ ભંડોળ બહાર પાડશે નહીં. પરંતુ બાઈડનના આદેશમાં બેંકોને અફઘાન રાહત અને મૂળભૂત જરૂરિયાતો માટે માનવતાવાદી જૂથો દ્વારા વિતરણ માટે ટ્રસ્ટ ફંડમાં જપ્ત કરાયેલા ભંડોળમાંથી 3.5 અરબ ડોલર પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે. યુએસમાં આતંકવાદનો ભોગ બનેલા લોકોના ટ્રાયલ દરમિયાન થયેલા ખર્ચને આવરી લેવા માટે અન્ય 3.5 અરબ ડોલર આપવામાં આવશે.
અમેરિકામાં મોટાભાગની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
ઓગસ્ટમાં તાલિબાને દેશનો કબજો મેળવ્યા પછી અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ભંડોળ અટકાવવામાં આવ્યું હતું અને વિદેશમાં દેશની અબજો ડોલરની સંપત્તિ મોટાભાગે અમેરિકામાં જપ્ત કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આદેશ “અફઘાનિસ્તાનના લોકોને આ નાણાં સુધી પહોંચવા અને તેને તાલિબાનના હાથમાંથી બહાર રાખવાનો માર્ગ પ્રદાન કરવા માટે આપવામાં આવ્યો હતો.”
આ પણ વાંચો : ચીનની કાળી હરકતોનો ફરી થયો પર્દાફાશ, યુએનના રિપોર્ટમાં ખુલાસો, ઉઇગર મુસ્લિમોને કેમ્પમાં બંધક બનાવીને કરાવાય છે મજુરી