Earthquake: લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 151 કિમી ઉત્તર-પશ્ચિમમા હતુ. જો કે અત્યાર સુધીમાં ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ મળી રહ્યા નથી.

Earthquake: લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા
Earthquake in ladakh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 3:25 PM

Earthquake: લદ્દાખમાં (Ladakh) મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર લદ્દાખના કારગીલ નજીક સવારે 8 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 151 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતુ. જો કે રાહતની વાત એ છે કે,અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ મળી રહ્યા નથી.

ભુકંપને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ

ભૂકંપની દેખરેખ માટેની સરકારની નોડલ એજન્સીએ જણાવ્યુ હતુ કે ભૂકંપની ઘટના સવારે 8.35 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ જોવા મળી હતી. ભુકંપને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યા પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે.

7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ કરે છે ગંભીર નુકસાન

ધરતીકંપની ક્ષણની તીવ્રતા પરંપરાગત રીતે માપવામાં આવે છે. જ્યારે ભૂકંપ 3 રિક્ટરની તીવ્રતા સાથે આવે છે, ત્યારે તેને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન કરે છે. ભૂકંપ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કરતું, પરંતુ ઈમારતો અને રસ્તાઓ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભૂકંપથી રક્ષણ માટે એવું ઘર બનાવવું જરૂરી છે કે જેને ભૂકંપથી નુકસાન ન થાય. આ સિવાય ડિઝાસ્ટર કિટ સાથે રાખો, જેમાં રેડિયો, મોબાઈલ, જરૂરી કાગળો, ટોર્ચ, માચીસ, ચપ્પલ, મીણબત્તી, થોડા પૈસા અને જરૂરી દવાઓનો સમાવેશ થાયછે. ભૂકંપ આવે તો તરત જ વીજળી અને ગેસ બંધ કરો. આટલું જ નહીં લિફ્ટનો ઉપયોગ પણ બિલકુલ ન કરો. જ્યારે પણ આંચકા અનુભવાય તરત જ ખુલ્લા વિસ્તારમાં દોડી જાઓ અને ઝાડ અને પાવર લાઇનથી દૂર રહો.

ભૂકંપ શા માટે થાય છે ?

પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટ્સ એકબીજા સાથે જોડાયેલી છે,પરંતુ કેટલીકવાર આ પ્લેટ્સ સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ વાઇબ્રેટ થાય છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી, SFJના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા

g clip-path="url(#clip0_868_265)">