Gujarat Weather News : હવામાન વિભાગની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર પહોંચશે, તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકશે

ગુજરાતમાં ગરમી અને માવઠાને લઈ હવામાન વિભાગે ફરી એક વાર આગાહી કરી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. જયારે 15 અને 16 તારીખે રાજયમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 12:06 PM

માવઠાના માર બાદ હવે ગરમીમાં શેકાવા રહેજો તૈયાર રહેવુ પડશે. ગુજરાતમાં ગરમી અને માવઠાને લઈ હવામાન વિભાગે ફરી એક વાર આગાહી કરી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. જયારે 15 અને 16 તારીખે રાજયમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે.

હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે.

આ પણ વાંચો : Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે 13 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજયમાં સર્ક્યુલેશન સક્રિય થતા કમોસમી વરસાદ રહેશે.

અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ

હવામાન વિભાગે હાલ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે. અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ રહેવાની માહિતી છે. 15 અને 16 એપ્રિલે 41 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરાશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">