ભારતે રસીકરણમાં રચ્યો ઇતિહાસ, વડાપ્રધાન મોદી અને આરોગ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) 200 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ બદલ આરોગ્ય કર્મચારીઓને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા.
ભારતે કોરોના રસીના (Corona Vaccine) બે અબજ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડિયા વેક્સિનેશન ડ્રાઈવની(Vaccination Drive) શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બે અબજ ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં પ્રથમ, બીજા અને બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. આ માટે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health minister Mansukh Mandaviya) આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે.તેમણે કહ્યું,“આ ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં કોવિડ-19 (COVID19 )રસીના 2 બિલિયન ડોઝને વટાવ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપુ છુ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) પણ આરોગ્ય કર્મચારીઓને 200 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. સ્વાસ્થ્ય મંત્રીના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે લખ્યું, “ભારતે ફરી ઇતિહાસ રચ્યો! રસીના 200 કરોડ ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન.ભારતના રસીકરણ અભિયાનમાં (Vaccination Campaign) યોગદાન આપનારાઓ પર ગર્વ છે.તેણે COVID-19 સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવી છે”
India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM
— Narendra Modi (@narendramodi) July 17, 2022
કોરોનાની અસરને ઓછી કરવાના પ્રયાસોનો આ બીજો પુરાવો
વિશ્વ આરોગ્ય સંસ્થામાં દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ.પૂનમ ખેત્રપાલ સિંહે (Dr Poonam Khetrapal Singh) પણ ભારત સરકારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે અંગ્રેજીમાં ટ્વીટ કર્યું, “ભારતને 2 અબજથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવા બદલ અભિનંદન.વધુમાં તેમણે કહ્યું કે,દેશની પ્રતિબદ્ધતા અને ચાલુ રોગચાળાની અસરને ઓછી કરવાના પ્રયાસોનો આ બીજો પુરાવો છે.”
Congratulations India for administering over 2 billion COVID-19 vaccine doses. This is yet another evidence of the country’s commitment and efforts to minimise the impact of the ongoing pandemic: Dr Poonam Khetrapal Singh, Regional Director WHO South-East Asia pic.twitter.com/fiaDsIKaRe
— ANI (@ANI) July 17, 2022