Corona Returns : સુરતમાં કોરોનાના દર્દીઓના આંકડા ડબલ ડિજીટમાં પહોંચતા તંત્રની ચિંતા વધી, વેક્સિનેશન પર વધુ ભાર

છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાના (Corona )કેસોમાં સામાન્ય પરંતુ ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. સુરત શહેમાં  16 અને જિલ્લામાં ચાર નવા કેસ મળી કોરોનાના 20 કેસ નોંધાયા છે.

Corona Returns : સુરતમાં કોરોનાના દર્દીઓના આંકડા ડબલ ડિજીટમાં પહોંચતા તંત્રની ચિંતા વધી, વેક્સિનેશન પર વધુ ભાર
Corona cases rising in Surat (File image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 8:34 AM

શહેરની શાળાઓમાં(School )  શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે મનપાના(SMC)  આરોગ્ય વિભાગ દ્વારા 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશન (Vaccination ) માટેની ઝુંબેશ શરુ કરી છે. છેલ્લાં બે દિવસોમાં વિવિધ ઝોનોમાં કુલ ૭૦ શાળાઓમાં આ ઝૂંબેશ કરવામાં આવી છે. 12 થી 14 વર્ષના વયજુથના 40 હજારથી વધુ બાળકોએ હજુ બીજો ડોઝ લીધો નથી. બે દિવસની ઝૂંબેશમાં 70 શાળાઓમાં 3330 વિદ્યાર્થીઓના રસીકરણ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે સામે 2397 વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા ડોઝ આપી દેવામાં આવ્યા છે.

મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, 15 થી 17 વર્ષના વયજુથના 16,949 અને 12 થી 14 વર્ષના વયજુથના 10,514 વિદ્યાર્થીઓ અને બાળકોનો વેક્સિનનો પ્રથમ ડોઝ હજુ બાકી છે. જ્યારે બન્ને વયજુથના અનુક્રમે 29 હજાર અને 40 હજાર જેટલાં બાળકો વિદ્યાર્થીઓનો બીજો ડોઝ બાકી છે. ગત સોમવારથી શાળાઓના પ્રારંભ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓમાં વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે છેલ્લાં બે દિવસમાં 70 શાળાઓને આવરી લેવામાં આવી છે અને પ્રથમ અને બીજો ડોઝ બાકી હોય તેવાં 2397 વિદ્યાર્થીઓ અને બાળકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાના કેસોમાં સામાન્ય પરંતુ ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. સુરત શહેમાં  16 અને જિલ્લામાં ચાર નવા કેસ મળી કોરોનાના 20 કેસ નોંધાયા છે. જેમાં શાળાના આચાર્ય, વેપારી સાહિતનનો સમાવેશ થાય છે, જ્યારે ઘોડદોડ રોડ ખાતે રહેતા તથા સૈયદપુરા ખાતે રહેતા પરિવારમાં બે બે સભ્યો સંક્રમિત બન્યા છે. જ્યારે આઠ દર્દીઓએ કોરોનાને માત આપતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં કુલ દર્દીની સંખ્યા 1,60,562 ઉપર પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કતારગામના વૃદ્ધ, ઘોડદોડ ખાતેના એક જ પરિવારના બે સભ્યો, પાલની આધેડ મહિલા, સૈયદપુરાના એક જ પરિવારના બે સભ્યો, કતારગામનો વિધ્યાર્થી, ડીંડોલીનો શ્રમજીવી યુવક, વરાછા હીરાબાગના ખેડૂત, કઠોરના આધેડ, ઉધનાના યુવકનો સમાવેશ થાય છે.  છેલ્લા ચાર દિવસથી સુરત શહેરમાં કોરોના સક્રમિત દર્દીઓની સંખ્યા બે આંકડાઓ પર પહોંચી ગઈ છે જેના કારણે તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે.

એક બાજુ શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાએ ઉધડો લીધો છે. છેલ્લા ચાર દિવસથી નવા દર્દીઓની સંખ્યા બે આંકડામાં નોંધાઈ રહી છે. બીજી તરફ આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટીંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત વેક્સીનેશન ઝૂંબેશ પણ હાથ ધરપવામાં આવી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">