AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં જાહેર કર્યુ લગભગ 50 હજાર કરોડનું રિફંડ, જાણો વધુ વિગતો

Income Tax refund: CBDTએ ટ્વીટ કરીને માહીતી આપી હતી કે 1 એપ્રિલ, 2021થી 16 ઓગસ્ટ, 2021ની વચ્ચે તેમના દ્વારા 22.75 લાખ કરદાતાઓને 49,696 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં જાહેર કર્યુ લગભગ 50 હજાર કરોડનું રિફંડ, જાણો વધુ વિગતો
Income Tax Return
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 10:45 PM
Share

Income Tax refund:  આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં 16 ઓગસ્ટ સુધીમાં આવક વિભાગ દ્વારા કરદાતાઓ માટે 49,696 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2021થી 16 ઓગસ્ટ, 2021ની વચ્ચે તેમણે 22.75 લાખ કરદાતાઓ માટે 49,696 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગે 21,50,668 વ્યક્તિગત કેસોમાં 14,608 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, 1,24, 732 કોર્પોરેટ કેસોમાં 35,088 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ રકમ કરદાતાના ખાતામાં મોકલવામાં આવી છે. તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે નહીં તે જાણવા માટે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.

અહીં જુઓ રિફંડનું સ્ટેટસ

આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી રિફંડ રકમની સ્થિતિ તપાસવા માટે વ્યક્તિએ આવકવેરા વિભાગની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લેવી પડશે. લોગ ઈન કર્યા પછી તમે અહીં આવકવેરા રિફંડની સ્થિતિ ચેક કરી શકો છો.

જો ITR વેરિફાઈ નહીં થાય તો પૈસા મળશે નહીં

જો પ્રોફાઈલમાં તમારું ITR વેરીફાઈ કરવામાં આવ્યું નથી તો તમારા આધારની મદદથી ફરીવાર વેરીફાઈ કરવા માટે રીક્વેસ્ટ મોકલી શકો છો અથવા સહી કરેલ ITR-V ફોર્મને સ્પીડ પોસ્ટ દ્વારા આવકવેરા CPC ઓફિસમાં મોકલાવી આપો.

જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રિફંડની રકમ તમારા ખાતામાં જમા થશે નહીં. કરદાતાઓ ઈચ્છશે તો CPC અથવા એસેસિંગ અધિકારીને ફરિયાદ અરજી દાખલ કરીને ડીપાર્મેન્ટને ITR પ્રક્રિયા ઝડપી કરવા માટેની વિનંતી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વેબસાઈટ પોર્ટલ પર ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી. આ માટે નાણામંત્રીએ આ સમસ્યા થોડા સમયમાં દુર થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ સાથે જ આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22)ના કિસ્સામાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">