હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા

આ બેન્કે તેના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. બેંક તેના ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લાવી છે.

હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 6:31 PM

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે (Ujjivan Small Finance Bank) તેના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. બેંક તેના ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લાવી છે. આમાં ગ્રાહકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર બેંકની એટીએમ અને શાખાઓમાંથી અનલિમિટેડ ઉપાડ અને થાપણો કરી શકે છે. આજે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ છે. આ પ્રસંગે બેંકે આ સેવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ATM માંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. RBIએ લગભગ 9 વર્ષ પછી ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય જૂનમાં લેવામાં આવ્યો હતો. RBIએ 1 જાન્યુઆરી, 2022થી ગ્રાહકો પાસેથી ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે. હાલમાં બેંકોને આ માટે મહત્તમ 20 રૂપિયા ચાર્જ કરવાની છૂટ છે. આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટે 15 થી 17 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 5 થી 6 રૂપિયા સુધી ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ 1 ઓગસ્ટ 2021થી લાગુ કરવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કેટલી વાર ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો

  1. તમે જે પણ બેંકના ગ્રાહક છો, તમે દર મહિને 5 વખત તમારી બેંકના ATM માંથી રોકડ ઉપાડી શકશો.
  2. તમારી બેંકના ATM માંથી રોકડ સિવાયના વ્યવહારો માટે કોઈ મર્યાદા નથી. એટલે કે, તમે ઇચ્છો તેટલી વખત તમે ઈન્ક્વાયરી, ટ્રાન્સફર જેવા વ્યવહારો કરી શકશો.
  3. અન્ય બેંકોના ATMના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમે તેમને 3 થી 5 વખત ઉપયોગ કરી શકશો. તેમાં બિન-રોકડ વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
  4. દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઈ જેવા મેટ્રો શહેરો અન્ય બેંકના ATM માંથી 3 વખત રોકડ ઉપાડી શકે છે.
  5. તમે મેટ્રો શહેરો સિવાય દેશમાં ગમે ત્યાં અન્ય બેંકના એટીએમનો 5 વખત ઉપયોગ કરી શકશો. પૈસા ઉપાડો અથવા પૂછપરછ કરો
  6. અથવા પૈસા ટ્રાન્સફર કરો. તમામ રોકડ અને બિન-રોકડ વ્યવહારોની મર્યાદા 5 વખતની છે.

એમડી નીતિન ચુગે તેમના પદ પરથી રાજીનામું આપ્યું

19 ઓગસ્ટના રોજ, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના એમડી નીતિન ચુગે એમડી અને સીઈઓ તરીકે રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું 30 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈને આપેલી માહિતીમાં બેન્કે જણાવ્યું કે, 18 ઓગસ્ટના રોજ નીતિન ચુગ તરફથી એક પત્ર મળ્યો હતો. તેમણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે મે 2019માં નીતિન ચુગને ત્રણ વર્ષના સમયગાળા માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા હતા. સમિત ઘોષને છોડ્યા બાદ તેમને આ પદ મળ્યું.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">