ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા બાદ આ અઠવાડીયે ઘટ્યો વિદેશી મુદ્રા ભંડાર, જાણો RBI પાસે કેટલું છે મુદ્રા ભંડાર

Foreign Exchange reserves: ગયા સપ્તાહે દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયું હતું. તેમાં આ સપ્તાહે 2 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ફોરન રીઝર્વ અર્થતંત્ર માટે શા કારણે મહત્વપૂર્ણ છે તે જાણો.

ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા બાદ આ અઠવાડીયે ઘટ્યો વિદેશી મુદ્રા ભંડાર, જાણો RBI પાસે કેટલું છે મુદ્રા ભંડાર
621.464 અરબ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોચ્યો હતો વિદેશી મુદ્રા ભંડાર

Foreign reserves: દેશનું વિદેશી મુદ્રા ભંડાર 13 ઓગસ્ટ, 2021 ના ​​રોજ પૂરા થયેલા અઠવાડીયામાં  2.099 અરબ ડોલર થી  ઘટીને  619.365 અરબ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે તેના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું કે આ ઘટાડાનું કારણ વિદેશી મુદ્રા સંપતીમાં (FCA) માં ઘટાડો છે.આ પહેલાંના સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર  88.9 કરોડ ડોલર વધીને 621.464 અરબ ડોલરની સર્વાધિક મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી મુદ્રા સંપતીમાં  ઘટાડાની (FCA) ઘટના હતી, જે સમગ્ર ભંડારનો  મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન, FCA 1.358 અબજ ડોલર ઘટીને 576.374 અબજ ડોલર થયું.

વિદેશી મુદ્રા સંપતિનું , જે ડોલરની દ્રષ્ટિએ મુંલ્યાંકન કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે. મળતી માહીતી મુજબ આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારમાં 72 કરોડ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે સોનાનો ભંડાર 36.336 અરબ ડોલર રહ્યું છે.

IMF માં જમા SDR માં  7 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે 

આ સમય દરમિયાન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે રહેલો સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR)  70 લાખ ડોલર ઘટીને  1.544  અરબ ડોલર થઈ ગયું. રિઝર્વ બેંકે જણાવ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, IMF પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 1.4 કરોડ ડોલર  ઘટીને  5.111 અરબ ડોલર થયું છે.

FPI ફ્લોને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો

વિદેશી મુદ્રા ભંડાર ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શેરબજારમાં આવતા નાણાં અને એફડીઆઇને (FDI ) સતત નાણાંકીય ભંડોળમાં જમા કરી રહી છે. કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા માટે આ જરૂરી છે. જો આરબીઆઈ પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રા ભંડાર છે, તો ક્રેડિટ રેટિંગ પર સકારાત્મક અસર પડશે અને તેનાથી રોકાણકારોની ધારણાંઓ પણ મજબૂત થશે. ભારતીય અર્થતંત્ર હાલમાં રોકાણકારોને ખુલ્લા હાથથી આવકારી રહ્યું છે.

ભારત 15 મહિનાની આયાત માટે સક્ષમ

અત્યારે ભારત 15 મહિના માટે આયાત કરવા સક્ષમ છે. જાપાન પાસે 22 મહિના ચાલે તેટલું વિદેશી મુદ્રા ભંડાર છે. ભારત પાસે ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા પછી સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં 39 મહિના સુધી આયાત કરવાની ક્ષમતા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી બહાર આવશે, ત્યારે આયાત વધશે અને તે સમય માટે આ ભંડોળ ખૂબ મહત્વનું છે.

આ પણ વાંચો :  ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati