લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રથમ સંબોધનમાં PM મોદીએ આ લોકોનો કર્યો ઉલ્લેખ
દિલ્હીમાં ભાજપની જીત બાદ કમલમ ખાતે પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું, સંબોધનની શરૂઆત કરતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દિલ્હીમાં વરસાદ પણ પડ્યો હોવાથી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેઘરાજા પણ આ વિજયયાત્રામાં હાજર રહ્યા છે. મોદીજીએ કહ્યું કે આ જનબહુમત વિશ્વની મોટી ઘટના છે. દેશ આઝાદ થયો અને તેમાં એટલા લોકસભા ચૂંટણી યોજાયા પછી […]
દિલ્હીમાં ભાજપની જીત બાદ કમલમ ખાતે પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું, સંબોધનની શરૂઆત કરતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દિલ્હીમાં વરસાદ પણ પડ્યો હોવાથી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેઘરાજા પણ આ વિજયયાત્રામાં હાજર રહ્યા છે. મોદીજીએ કહ્યું કે આ જનબહુમત વિશ્વની મોટી ઘટના છે. દેશ આઝાદ થયો અને તેમાં એટલા લોકસભા ચૂંટણી યોજાયા પછી સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું છે. એક તરફ આકાશમાંથી અગનવર્ષા ઝરતી હતી તેમ છતાં લોકોએ વોટિંગ કર્યું છે. લોકોની ભાગીદારી દર્શાવી રહી છે કે દેશમાં લોકો લોકશાહીનું સન્માન કર્યું છે. જે લોકોએ આ લોકો તંત્ર માટે બલિદાન કર્યું અને જે લોકો ઘાયલ થયા તેમના માટે હું સંવેદના દર્શાવું છે. તો ચૂંટણી પંચ, સુરક્ષાદળો અને તમામ કાર્યકરોને અભિનંદન આપું છું.
https://youtu.be/7b6z4RcldFU