દિલ્હી MCD મેયરની ચૂંટણીમાં સન્માનિય લોકો વચ્ચે જોરદાર ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવ્યા, જુઓ લડાઈનો LIVE VIDEO
પ્રિસાઇડિંગ ઓફિસરના નિર્ણય સામે વાંધો ઉઠાવતા આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. દિલ્હી MCD-મેયરની ચૂંટણીમાં ઝપાઝપી બાદ કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના નામાંકિત સભ્યોની પ્રથમ શપથવિધિ બાદ ગૃહમાં હોબાળો થયો છે. પ્રિસાઇડિંગ ઓફિસરના નિર્ણય સામે વાંધો ઉઠાવતા આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. દિલ્હી MCD-મેયરની ચૂંટણીમાં ઝપાઝપી બાદ કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બંને પક્ષો તરફથી ભારે સૂત્રોચ્ચાર થયા હતા. વીડિયોમાં AAP અને BJPના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જુઓ.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી માટે આજે પરીક્ષાનો સમય છે. આજે MCDની જ પ્રથમ બેઠકમાં જ હોબાળો થયો હતો. આ બેઠકમાં દિલ્હીની સંકલિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવાની છે. આજે સવારે કોર્પોરેશન હેડક્વાર્ટર સ્થિત સિવિક સેન્ટર ખાતે કાઉન્સિલરોને શપથ લેવાના હતા, પરંતુ હોબાળો થતાં ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શેલી ઓબેરોયને મેયર પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ આશુ ઠાકુરને પણ વિકલ્પ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપ તરફથી મેયર પદ માટે કાઉન્સિલર રેખા ગુપ્તાએ ઉમેદવારી નોંધાવી છે. એ જ રીતે, આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી મેયર પદ માટે કાઉન્સિલર આલે મોહમ્મદ ઈકબાલને મેદાનમાં ઉતાર્યા છે. કાઉન્સિલર જલજ કુમારે પણ વિકલ્પ તરીકે નામાંકન કર્યું છે.
બીજી તરફ ભાજપે આ પદ માટે કમલ બગડીને મેદાનમાં ઉતાર્યા છે. એ જ ક્રમમાં, મોહિની, સારિકા ચૌધરી, મોહમ્મદ આમિલ મલિક અને રામિંદર કૌર સ્થાયી સમિતિના સભ્યો માટે AAP તરફથી મેદાનમાં છે, જ્યારે ભાજપે આ પદો માટે કમલજીત સેહરાવત અને પંકજ લુથરાને નામાંકિત કર્યા છે. સ્થાયી સમિતિના સભ્ય માટે અપક્ષ કાઉન્સિલર ગજેન્દ્રસિંહ દરાલ પણ મેદાનમાં છે.