રાજસ્થાનમા પીએમ મોદી કોંગ્રેસ પર વરસ્યા, કહ્યું કે ડુબી મરો તમે, આ કેવા પ્રકારની ભાષા બોલી રહ્યા છો !
વડાપ્રધાન મોદી એ અશોક ગેહલોતને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તે કહી રહ્યા છે કે મહિલાઓ બળાત્કારના નકલી કેસ દાખળ કરે છે, આવા લોકો શું સ્ત્રીઓનું રક્ષણ કરી શકવાના હતા, આવા સીએમને એક મિનિટ ખુરશી પર બેસવાનો અધિકાર જ નથી. કોંગ્રેસની વિચારવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્યત્વે ચૂંટણીનો જંગ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ટીમ કોંગ્રેસને હારાવવા માટે કમર કસી રહી છેે. આજે પીએમ મોદી રાજસ્થાનના ભરતપુર ખાતે પહોચ્યા હતા અને તેમણે વિશાળ રેલી સંબોધી હતી. તેમણે દેશના વિકાસ વચ્ચે રાજસ્થાનની સ્થિતિ પર ક઼ટાક્ષ કર્યો હતો.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર આક્રમક રીતે શાબ્દિક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશ વિકાસના માર્ગે છે અને રાજસ્થાનમાં પાંચ વર્ષમાં શું બની ગયું છે તે બધાને ખબર છે. કોંગ્રેસે આ રાડજ્યને ભ્રષ્ટાચાર અને રમખાણો સહિત ગુનાઓમાં ધકેલી આપ્યું છે. એટલે જ રાજસ્થાન પુછી રહ્યું છે કે ‘જાદુગર જી કોની મિલે વોટ જી’ જો કે હું કહું છું કે મોદી એ આપેલા વચનો પુરા થશે અને એ મારી ગેરંટી છે.
વડાપ્રધાન મોદી એ અશોક ગેહલોતને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તે કહી રહ્યા છે કે મહિલાઓ બળાત્કારના નકલી કેસ દાખળ કરે છે, આવા લોકો શું સ્ત્રીઓનું રક્ષણ કરી શકવાના હતા, આવા સીએમને એક મિનિટ ખુરશી પર બેસવાનો અધિકાર જ નથી. કોંગ્રેસની વિચારવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે. પ્રદેશના મંત્રીઓની બેફામ નિવેદનબાજી પરથી પણ ખબર પડે છે કે તે કહી રહ્યા છે કે આ મર્દોનો પ્રદેશ છે એટલે અહીં મહિલાઓ ઓછી થઈ રહી છે. કોંગ્રેસના લોકોએ ડુબી મરવું જોઈએ, આ કેવા પ્રકારની ભાષા બોલી રહ્યા છો ?
આવનારા દિવસોમાં કોંગ્રેસ ખોવાઈ જશે
પીએમ મોદીએ પ્રચાર સભામાં જણાવ્યું હતું કે લોકો એક જ સૂત્રો પોકારી રહ્યા છે કે આ વખતે પ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. આગામી ત્રીજી તારીખે કોંગ્રેસ ખોવાઈ જશે એ નક્કી છે. ભાજપે શાનદાર સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે. ભાજપ આ રાજ્યને અગ્રણી રાજ્ય બનાવશે. સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આવશે. સાથે જ તેમણે પ્રદેશમાં મહિલાઓ અને દિકરીઓની સુરક્ષાને લઈને પણ ગેરંટી આપી હતી.
રાજસ્થાનમાં રમખાણો, પથ્થરમારો, કર્ફ્યુ
પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે રાજસ્થાનમાં રમખાણો, પથ્થરમારો, કર્ફ્યુ જ ચાલતા આવ્યા છે. હોળી, રામનવમી, હનુમાનજયંતિ કોઈ તેહવાર શાંતિથી ઉજવી શકાયા નથી. કારણ એ છે કે કોંગ્રેસ જ્યાં પણ આવે છે ત્યાં આતંકવાદીઓ અને ગુનાખોરી સાથે ગુનેગારો બેફામ બની જાય છે. કોંગ્રેસ તૃષ્ટીકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી રહ્યું. આજે રાજસ્થાનની મહિલાઓના વિશ્વાસ આ સરકાર પરથી ઉઠી ગયો છે અને ડગમગી ગયો છે.