AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National flag code: જો તમારે ઘર કે કારમાં તિરંગો ફરકાવવો હોય તો જાણો ભારતીય ધ્વજ સંહિતાના આ નિયમો, નહીં તો થઈ શકે છે જેલ!

આ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરતા પહેલા, આપણા માટે 'ભારતીય ધ્વજ સંહિતા 2022' ના નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ તિરંગાને લઈને શું નિયમો છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

National flag code: જો તમારે ઘર કે કારમાં તિરંગો ફરકાવવો હોય તો જાણો ભારતીય ધ્વજ સંહિતાના આ નિયમો, નહીં તો થઈ શકે છે જેલ!
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 12:54 PM
Share

National flag code of India 2022: 15 ઓગસ્ટ 2023ના રોજ દેશ તેની જશ્ન-એ-આઝાદીની વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. લાલ કિલ્લા પર ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. દેશવાસીઓ પણ આ ખાસ દિવસની ઉજવણી માટે પોતપોતાના સ્તરે વ્યસ્ત છે. દુકાનો-મોલ, બજારોથી માંડીને સરકારી કચેરીઓ આઝાદીના રંગોથી શણગારવામાં આવી છે. દેશના નાગરિકો પોતપોતાના ઘરે આઝાદીનો તહેવાર ઉજવવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Independence Day 2023: આ ઓફબીટ સ્થળોએ સ્વતંત્રતા દિવસની કરો ઉજવણી, યાદગાર રહેશે સફર

ઘર હોય કે ઓફિસ, સ્વતંત્રતા દિવસની ઉજવણીથી લઈને તિરંગો ફરકાવવા સુધીના કેટલાક ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તિરંગા સાથે જોડાયેલી એક ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી, આ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરતા પહેલા, આપણા માટે ‘ભારતીય ધ્વજ સંહિતા 2022’ ના નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ તિરંગાને લઈને શું નિયમ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારો કરવામાં આવ્યો છે. પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજની પરવાનગી છે. કપાસ, પોલિએસ્ટર, વૂલન, સિલ્ક અને ખાદીમાંથી હાથથી વણાયેલા, કાંતેલા અથવા મશીનથી બનેલા ત્રિરંગા બનાવવામાં આવશે.

નિયમો

  • ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવેલા અન્ય એક સુધારા મુજબ તિરંગો ખુલ્લામાં પ્રદર્શિત કરી શકાશે. તે દિવસ-રાત લહેરાવી શકાય છે.
  • રાષ્ટ્રધ્વજની ગરિમા અને આદર અનુસાર, જાહેર, ખાનગી સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાનો કોઈપણ સભ્ય તમામ દિવસો અને પ્રસંગોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.
  • જ્યારે પણ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે, ત્યારે તેને સન્માનનું સ્થાન આપવું જોઈએ અને તે સ્પષ્ટપણે રાખવું જોઈએ.
  • રાષ્ટ્રધ્વજ લંબચોરસ અને કોઈપણ કદનો હોઈ શકે છે. જો કે, તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હશે.
  • ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં.
  • ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના ભાગ 3 મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલ જેવા મહાનુભાવો સિવાય કોઈપણ વાહન પર તિરંગો ફરકાવવો જોઈએ નહીં.
  • તિરંગાને અન્ય ધ્વજ સાથે લહેરાવવો જોઈએ નહીં અને તેને અન્ય ધ્વજ સાથે ન લગાવવો જોઈએ.
  • રાષ્ટ્રધ્વજ પર કંઈપણ લખવું કે છાપવું જોઈએ નહીં.
  • રાષ્ટ્રધ્વજ માત્ર અને માત્ર રાષ્ટ્રીય શોકના અવસર પર જ અડધી કાઠીએ રાખી શકાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">