નર્મદા પરિક્રમામાં નિયમોના નામે હેરાનગતિ! તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે મહાસંગ્રામ, 2 કલાક સુધી હાઈવે બંધ – જુઓ Video
નર્મદા પરિક્રમાના રૂટ પર સેવા અને નિયમો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. તિલકવાડામાં રજિસ્ટ્રેશનના મુદ્દે મણિનાગેશ્વર મંદિરના સેવાભાવી સ્વયંસેવકોને અટકાવવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો.
નર્મદા પરિક્રમામાં રજિસ્ટ્રેશનની ફરજિયાત પ્રક્રિયાને કારણે સેવાભાવી સંસ્થાના લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિક્રમા રૂટ પર આવેલા મણિનાગેશ્વર મંદિર ખાતે 24 કલાક ભંડારો ચલાવતા સ્વયંસેવકો પાસે તિલકવાડા ખાતે રજિસ્ટ્રેશન ન હોવાથી તેમને રોકવામાં આવ્યા હતા.
આ બાબતે વિરોધ દર્શાવતા સ્વયંસેવકો રસ્તા પર બેસી ગયા હતા અને ‘ભારત માતા કી જય’, ‘નર્મદા માતા કી જય’ તથા ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા. રોજ સેવા માટે જનારા સ્વયંસેવકોને અટકાવતા, તેમણે 1 થી 2 કલાક સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું. જો કે, સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
સેવાભાવીઓની માંગ છે કે, જે લોકોએ રોજ ભંડારામાં સેવા આપવા જવાનું હોય છે, તેમને આઈ-કાર્ડ બનાવી આપવા જોઈએ, કારણ કે દરરોજ રજિસ્ટ્રેશન કરાવવું અઘરું પડતું હોય છે.
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
