ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે લગ્ન પહેલા કરાવ્યું ટેટૂ, જુઓ તસ્વીર

ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે લગ્ન પહેલા કરાવ્યું ટેટૂ, જુઓ તસ્વીર
Shibani-farhan ( File photo)

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર તેમના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. બંને 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્ન રજીસ્ટર કરશે. લગ્ન પહેલા શિબાનીએ પોતાના હાથ પર એક ખાસ ટેટૂ કરાવ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 16, 2022 | 9:19 AM

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર (Farahan Akhtar) અને શિબાની દાંડેકર (Shibani Dandekar) આવતા મહિને લગ્ન કરી રહ્યા છે. લગ્નની તૈયારીઓ શરૂ થાય તે પહેલા શિબાનીએ પોતાના હાથ પર ટેટૂ કરાવ્યું હતું. શિબાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ટેટૂનો વીડિયો શેર કર્યો છે. શિબાનીએ તેના જમણા હાથના કાંડા પર 3 ઉડતા પક્ષીઓની તસવીર બનાવી છે. ફરહાન અને શિબાની 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ કપલે તેમના સંબંધોને આગળનાલઈ જવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલ 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્ન રજીસ્ટર કરશે અને માર્ચમાં લગ્ન કરશે.

shibani Dandekar tattoo

મીડિયા રિપોર્ટ અનુસાર, કપલની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે બંને લગ્ન કરવા માટે તૈયાર છે. બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે. ફરહાન અને શિબાની ઘણીવાર સાથે જોવા મળે છે.

21 ફેબ્રુઆરીએ લગ્નની નોંધણી કરાવશે

લગ્ન સ્થળ માટે 5 સ્ટાર હોટેલ બુક કરવામાં આવી છે. કોરોનાને કારણે ફરહાન અને શિબાનીએ લગ્નને પ્રાઇવેટ રાખવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, શિબાની અને ફરહાન લગ્નમાં સબ્યસાચીના ડિઝાઈન કરેલા આઉટફિટ્સ પહેરશે. આજકાલના ટ્રેન્ડ પ્રમાણે બંનેએ પેસ્ટલ કલરના આઉટફિટ પસંદ કર્યા છે. બંને છેલ્લા કેટલાક સમયથી લગ્નની યોજના બનાવી રહ્યા હતા અને હવે તેમના સંબંધોને આગળના તબક્કામાં લઈ જવાનું નક્કી કર્યું છે. 21 ફેબ્રુઆરીએ તેમના રજીસ્ટર મેરેજ થશે. તેઓ એકબીજાના જીવનસાથી બનશે.

બીજી તરફ વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ફરહાન અખ્તર ટૂંક સમયમાં જ ‘જી લે ઝરા’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મથી ફરહાન નિર્દેશનમાં કમબેક કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ 2022ના બીજા ભાગમાં શરૂ થશે, કારણ કે મેકર્સ તેને આવતા વર્ષે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા રોડ ટ્રીપ પર આધારિત છે.

ફરહાને પોતાના કરિયરની શરૂઆત 1991માં ‘લમ્હે’ અને 1997માં ‘હિમાલય પુત્ર’થી કરી હતી. તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં સમય લાગ્યો. પિતાનું નામ આટલું હોવા છતાં ફરહાને પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. 1999માં તેણે રિતેશ સિધવાની સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ શરૂ કરી.

આ પછી તેણે તેની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આની સફળતા પછી તેણે ફિલ્મ ‘લક્ષ્ય’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ હજુ પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં ગણાય છે.

આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બદલી દીધું નામ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

 આ પણ વાંચો : Happy Birthday Kabir Bedi : થિએટરથી કરિયરની શરૂઆત કરનાર કબીર બેદીએ બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી મચાવી છે ધમાલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati