‘મેં માત્ર મુનવ્વર ફારૂકીની નકલ કરી’, તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંહનો ભાજપને જવાબ

બીજેપી ધારાસભ્ય રાજા સિંહે(raja Sinh) કહ્યું, "મેં માત્ર મારા વીડિયોમાં મુનવ્વર ફારૂકીની નકલ કરી છે, તે પણ Google પર આપવામાં આવેલી માહિતીના આધારે. મેં ન તો કોઈ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને ન તો કોઈ ધર્મની ટીકા કરી છે."

'મેં માત્ર મુનવ્વર ફારૂકીની નકલ કરી', તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંહનો ભાજપને જવાબ
'I only copied Munwar Farooqui', Telangana MLA Raja Singh's reply to BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:34 AM

તેલંગાણા(Telangana)ના પ્રખ્યાત ધારાસભ્ય ટી રાજા સિંહે (T raja Sinh)પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની કારણ બતાવો નોટિસનો જવાબ આપતાં કહ્યું કે મેં માત્ર મુનવ્વર ફારૂકીની નકલ કરી હતી. રાજા સિંહે યુટ્યુબ પર પોતાનો એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યા બાદ ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિએ તેમને નોટિસ પાઠવી હતી, જેના પછી વિવાદ ઉભો થયો હતો.

વિધાનસભ્ય ટી રાજા સિંહે ગઈકાલે સોમવારે મોકલેલા તેમના પત્રમાં કહ્યું, “TRS સરકારનો પ્રયાસ MIM પાર્ટીને ખુશ કરવાનો હતો. મુનવ્વર ફારૂકીના શોના દિવસે મારી સાથે ભાજપના 500 થી વધુ કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. શો પછી તરત જ, મેં લોકોને જણાવવા માટે એક વીડિયો બનાવ્યો કે મુનવ્વર ફારૂકી તેનો શો કેવી રીતે કરે છે. મેં મારા વીડિયોમાં કોઈ ધર્મનું અપમાન કર્યું નથી કે કોઈ ધર્મના ભગવાનની ટીકા કરી નથી.

તેણે આગળ કહ્યું, “મેં મારા વિડિયોમાં કોઈપણ પ્રકારની અપમાનજનક અથવા કઠોર ભાષાનો ઉપયોગ કર્યો નથી. મેં મારા વીડિયોમાં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી. મેં જાણી જોઈને કોઈ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સત્તારૂઢ ટીઆરએસ સરકારે તેમની સામે ખોટો કેસ દાખલ કર્યો છે. એમઆઈએમના નિર્દેશ પર ટીઆરએસ સરકારે જાણીજોઈને મારી સામે ખોટો કેસ નોંધાવ્યો હતો. ધારાસભ્ય રાજા સિંહે કહ્યું કે માનનીય કોર્ટે મારી સામેનો કેસ પણ ફગાવી દીધો, તેમ છતાં મને પીડી એક્ટનો હવાલો આપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બીજેપી ધારાસભ્યએ વધુમાં કહ્યું, “મેં મારા વીડિયોમાં માત્ર મુનવ્વર ફારૂકીની નકલ કરી છે, તે પણ ગૂગલ પર આપવામાં આવેલી માહિતીના આધારે. મેં કોઈ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી કે કોઈ ધર્મની ટીકા કરી નથી. બીજેપીની કારણ બતાવો નોટિસ પર પોતાનો જવાબ દાખલ કરતા રાજા સિંહે એવો પણ દાવો કર્યો કે તેમણે પાર્ટીના બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">