History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું

1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું
Rajiv Gandhi File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:34 AM

History Of The Day: આજનો દિવસ ભારતીય રાજનીતિ (Indian politics) ની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. 1989માં આ દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Ex Prime Minister Rajiv Gandhi) ની પાર્ટીની હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ હાર નાની ન હતી, પરંતુ તેની પાછળ 1980-90ના યુગમાં સૌથી મોટા રાજકીય ગોટાળા હતા, જે બોફોર્સ કૌભાંડ (Bofors scam) તરીકે ઓળખાય છે.

હકીકતમાં, 1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

તેમને માત્ર 193 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે વિપક્ષ પાસે પણ માત્ર 110 સાંસદો હતા, પરંતુ 5 પક્ષોના રાષ્ટ્રીય મોરચાએ મળીને સરકાર બનાવી, જેના નેતા વીપી સિંહ હતા. આ પછી 29 નવેમ્બર 1989ના રોજ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું હતું બોફોર્સ કૌભાંડ? વર્ષ 1986માં, ભારતે સ્વીડિશ કંપની એબી બોફોર્સ પાસેથી 400 155 એમએમ હોવિત્ઝર ગન ખરીદવાનો સોદો કર્યો હતો, જેની કિંમત લગભગ 1.30 બિલિયન ડોલર હતી. પરંતુ 1987માં સ્વીડિશ રેડિયોએ બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર અને દલાલીનો પર્દાફાશ કર્યો હતો. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે આ સોદામાં કથિત રીતે 64 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. મામલો એટલો વધી ગયો કે રાજીવ ગાંધીની સરકાર જતી રહી. જોકે, રાજીવ ગાંધી સામેના કોર્ટ કેસમાં લાંચનો કોઈ આરોપ સાબિત થઈ શક્યો નહોતો.

આ દિવસે ઈતિહાસમાં બનેલી 14 મોટી ઘટનાઓ…

  1. 1516: ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડે ફ્રીબર્ગની શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  2. 1775: અદ્રશ્ય શાહી સર જેમ્સ જેએ ખોજ કરી.
  3. 1830: પોલેન્ડમાં રશિયન શાસન સામે બળવો શરૂ થયો.
  4. 1870: બ્રિટનમાં આવશ્યક શિક્ષણ કાયદો અમલમાં આવ્યો.
  5. 1916: અમેરિકાએ ડોમિનિકન રિપબ્લિકમાં માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
  6. 1944: અલ્બેનિયા નાઝીઓના કબજામાંથી મુક્ત થયું.
  7. 1947: યુએનએ પેલેસ્ટાઈનને આરબો અને યહૂદીઓ વચ્ચે વિભાજીત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
  8. 1949: પૂર્વ જર્મનીમાં યુરેનિયમની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 3,700 લોકો મૃત્યુ પામ્યા.
  9. 1961: વિશ્વના પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન ભારત આવ્યા.
  10. 1970: હરિયાણા 100% ગ્રામીણ વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
  11. 1987: થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પાસે કોરિયન પ્લેનમાં થયેલા વિસ્ફોટમાં 115 લોકો માર્યા ગયા.
  12. 1993: જહાંગીર રતનજી દાદાભોય ટાટા (JRD Tata) નું અવસાન, જેઓ ટાટા જૂથને નવી ઊંચાઈએ લઈ ગયા.
  13. 2012: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પેલેસ્ટાઈનને બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો આપ્યો.
  14. 2015: અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી ઓટ્ટો ન્યુમેનનું અવસાન થયું.

આ પણ વાંચો: Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">