મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાના કેસમાં હિંદૂ મહાસભાની પૂજા પાંડેની કરાઈ ધરપકડ, જુઓ VIDEO

મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાના કેસમાં હિંદૂ મહાસભાની પૂજા પાંડેની કરાઈ ધરપકડ, જુઓ VIDEO

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાના કેસમાં હિંદૂ મહાસભાના પૂજા પાંડેની ધરપકડ કરવામાં આવી છે. પૂજા પાંડે જ્યારે દિલ્હીથી નોઈડા તરફ જઈ રહી હતી તે દરમિયાન અલીગઢ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પૂજાની સાથે સાથે તેના પતિ અશોક પાન્ડેની પણ ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, મહાત્મા ગાંધીની પુણ્ય તિથિના દિવસે તેમના પૂતળાને પૂજા પાંડેએ […]

TV9 Web Desk3

|

Feb 06, 2019 | 5:35 AM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાના કેસમાં હિંદૂ મહાસભાના પૂજા પાંડેની ધરપકડ કરવામાં આવી છે.

પૂજા પાંડે જ્યારે દિલ્હીથી નોઈડા તરફ જઈ રહી હતી તે દરમિયાન અલીગઢ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પૂજાની સાથે સાથે તેના પતિ અશોક પાન્ડેની પણ ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, મહાત્મા ગાંધીની પુણ્ય તિથિના દિવસે તેમના પૂતળાને પૂજા પાંડેએ એરગનથી ગોળી મારી હતી. જેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

આ કેસ દાખલ થયા બાદ પૂજા પાંડે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. પરંતુ આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી આ મામલે 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે અન્ય ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જુઓ VIDEO:

Hindu Mahasabha's Pooja Pandey, husband arrested for recreating Mahatma Gandhi’s assassination #TV9News

Hindu Mahasabha's Pooja Pandey, husband arrested for recreating Mahatma Gandhi’s assassination#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ५ फेब्रुवारी, २०१९

ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર એક હેરાન-પરેશાન કરનારી તસવીર સામે આવી હતી. હિંદુ મહાસભાએ યુપીના અલીગઢમાં મહાત્મા ગાંધીજીની હત્યાવાળો સીન ફરી એકવાર ભજવ્યો હતો. જેમાં નાથૂરામ ગોડ્સેએ ગાંધીજીને કેવી રીતે ગોળી મારી તે બતાવવામાં આવ્યું. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેએ એક નકલી બંદૂકનો ઉપયોગ કરી ગાંધીજીના પૂતળાને ગોળી મારી હતી. આ પૂતળામાંથી લોહી પણ વહાવવામાં આવ્યું જાણે કે મહાત્મા ગાંધીજીની ફરી એકવાર હત્યા કરાઈ હોય તેવું શરમજનક કૃત્ય કરાયું. જે બાદ નાથુરામ ગોડ્સેના એક ફોટોને માળા પહેરાવવામાં આવી અને ગાંધીજીની હત્યાની યાદમાં મિઠાઈ વહેંચવામાં આવી હતી.

[yop_poll id=1130]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati