Himachal Pradesh: હિમવર્ષા વચ્ચે મનાલીમાં પાંચ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટથી લાખોનો સામાન બળીને ખાખ

મનાલીની બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ઘરના બે માળ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાના સમાચાર છે.

Himachal Pradesh: હિમવર્ષા વચ્ચે મનાલીમાં પાંચ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટથી લાખોનો સામાન બળીને ખાખ
Manali Cylinder Blast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 11:55 PM

Manali Cylinder Blast: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મનાલી (Manali) માં આજે એક મોટો અકસ્માત થયો છે. પાંચ માળની ઈમારતમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો. શરૂઆતમાં એવું લાગ્યું કે જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય. બોમ્બ હોવાની આશંકાથી નાસભાગ મચી ગઈ હતી.

ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગઈ હતી, ત્યારબાદ બધાએ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. સદનસીબે પાંચ માળની ઈમારતમાં રહેતા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનાલીની બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ઘરના બે માળ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાના સમાચાર છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે પાંચ માળની ઈમારતમાં આગ લાગી તે ઉત્તમ ચંદ નામની વ્યક્તિની છે. ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈ પડોશીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

પાડોશીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો સાથે જ સ્થાનિક લોકોએ પણ પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ આ દરમિયાન ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ ભડકી ઉઠી હતી. બ્લાસ્ટના જોરદાર અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. સમાચાર અનુસાર, આગ લાગતા જ ઘરના માલિક ઉત્તમ ચંદ ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે પડોશીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આગના કારણે ઘરના બે માળ બળીને રાખ થયા લાંબા સમય બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. સતત હિમવર્ષાના કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. પરંતુ આ દરમિયાન પાડોશીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં આગ આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ આખરે આગ કાબુમાં આવી હતી.

આ પણ વાંચો: ના હોય ! એક 28 વર્ષના પુરુષે બાળકને આપ્યો જન્મ ! ડેટિંગ સાઇટ પર મળેલા એક શખ્સ સાથેની ‘મુલાકાતે’ બનાવ્યો પ્રેગ્નન્ટ

આ પણ વાંચો: મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">