Corona Vaccination : વેક્સિનેશનમાં આ રાજ્યએ મારી બાજી, તમામ પુખ્ત વયના લોકોને મળી ગયા વેક્સિનના બંને ડોઝ

રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), બિલાસપુર ખાતે કોવિડ-19ના કામદારોને સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Corona Vaccination : વેક્સિનેશનમાં આ રાજ્યએ મારી બાજી, તમામ પુખ્ત વયના લોકોને મળી ગયા વેક્સિનના બંને ડોઝ
Vaccination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:09 AM

Corona Vaccination : હિમાચલ પ્રદેશ રાજ્યના તમામ પાત્ર પુખ્ત વયના લોકોને કોવિડ-19 (Corona)સામે રામબાણ ઈલાજ ગણાતી વેક્સિન આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના પ્રવક્તાએ શનિવારે આ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના 53,86,393 પાત્ર પુખ્ત વયના લોકોને વેક્સિનનો બીજો ડોઝ (Vaccination) આપવામાં આવ્યો છે. વધુમાં પ્રવક્તાએ કહ્યું કે, હિમાચલ પ્રદેશ તેની સમગ્ર પુખ્ત વય ધરાવતી વસ્તીને રસીનો પ્રથમ ડોઝ આપવાના મામલે પણ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

તેમણે કહ્યું કે, રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), બિલાસપુર ખાતે કોવિડ-19ના કામદારોને સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)  પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન નાગરિકોના રસીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર આરોગ્ય કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને તેનુ સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને કેન્દ્રીય મંત્રી સામેલ થશે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના આરોગ્ય મંત્રી રાજીવ સૈઝલ પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ અને શિમલાના સાંસદ સુરશ કશ્યપે એક નિવેદન આપ્યુ હતું કે નડ્ડા તેમની રાજ્ય મુલાકાત દરમિયાન બિલાસપુર (Bilaspur)એમ્સ ખાતે નવા વિભાગનું ઉદ્ઘાટન કરશે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ

છેલ્લા ઘણા સમયથી હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 51 નવા કેસ નોંધાયા હતા, જે બાદ કેસની કુલ સંખ્યા વધીને 227,405 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3,852 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 87 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જે બાદ અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 222,756 થઈ ગઈ છે. જો કે દેશનમાં ઓમિક્રોન વેરિયન્ટની(Omicron Variant)  દસ્તકથી તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : દેશમાં પહેલીવાર માત્ર 3 ફૂટની આ વ્યક્તિએ મેળવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે નામ

આ પણ વાંચો : Omicron Variant ના જોખમને લઈને રેલ્વે થયું સતર્ક, લોકોની સુરક્ષા માટે કરી રહ્યું છે આ તૈયારી, જાણો આ અહેવાલમાં

g clip-path="url(#clip0_868_265)">