દેશમાં પહેલીવાર માત્ર 3 ફૂટની આ વ્યક્તિએ મેળવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે નામ
માત્ર ત્રણ ફૂટ ઊંચા કુકટપલ્લીના રહેવાસી 42 વર્ષીય શિવલાલને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરવી પડતી હતી. આમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે શિવલાલ વાહન ચલાવી શકતા ન હતા.
તેલંગણામાંથી (Telangana) એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. તમને જણાવીએ કે તેલંગાણાના માત્ર ત્રણ ફૂટ ઊંચા ગટ્ટીપલ્લી શિવલાલ (Gattipalli Shivlal) ડ્રાઈવિંગ લાયસન્સ (driving license) મેળવનાર દેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે. દેશમાં કોઈપણ વાહન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે. ભારત સરકારે લાયસન્સ મેળવવા માટે ઉંમર સહિત કેટલાક અન્ય નિયમો અને શરતો નિર્ધારિત કરી છે. પરંતુ દેશમાં પ્રથમ વખત ત્રણ ફૂટની વ્યક્તિને ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવ્યું છે. ગટ્ટીપલ્લી શિવલા ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર દેશના પ્રથમ વ્યક્તિ છે.
માત્ર ત્રણ ફૂટ ઊંચા કુકટપલ્લીના રહેવાસી 42 વર્ષીય શિવલાલને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરવી પડતી હતી. આમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શિવલાલ વાહન ચલાવી શકતા ન હોવાથી તેમને મુસાફરી માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. આ કારણથી લોકો તેમને ટોણા મારતા હતા અને વિચિત્ર નજરે જોતા હતા. જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન થઈ જતા હતા. આ પછી શિવલાલે જાતે જ ડ્રાઈવિંગ શીખવાનું નક્કી કર્યું.
Telangana | A Hyderabad man, Gattipally Shivpal becomes the first dwarf to receive a Driving license in India. Gattipally Shivlal is 42 years old and about 3 feet tall. He finished his degree in 2004 &was the first to complete the degree as a handicapped in his district. pic.twitter.com/phfhdT4oi8
— ANI (@ANI) December 4, 2021
ડ્રાઈવિંગ સ્કૂલ ખોલવાની યોજના
શિવલાલ હવે તેમની પત્નીને કાર ચલાવતા શીખવી રહ્યા છે. તેઓ શહેરમાં એક ખાસ ડ્રાઈવિંગ સ્કૂલ ખોલવાની યોજના ધરાવે છે, જેથી તેમના જેવા લોકો પણ ડ્રાઈવિંગ શીખી શકે. તેમના પ્રયાસથી તેલંગાણા સરકારે ગિયર્સ વિના સ્વચાલિત વાહનોને પણ મંજૂરી આપી દીધી છે.
લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ
આટલા નાના કદની વ્યક્તિને પહેલીવાર ડ્રાઈવિંગ લાયસન્સ મળતાં શિવલાલનું નામ તેલુગુ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું હતું. દેશમાં કોઈ આશા બાકી ન રહેતા શિવલાલ ડ્રાઈવિંગ શીખવા અમેરિકા ગયા હતા. ડ્રાઈવિંગ શીખીને તેઓ પાછા ફર્યા ત્યારે પણ ભારતમાં લાયસન્સ મેળવવું અને ગાડી ચલાવવી તેમના માટે સરળ ન હતું, પરંતુ તેમણે હાર માની નહીં.
આ દરમિયાન તેમને હૈદરાબાદમાં કાર ડિઝાઈન કરનાર વ્યક્તિ વિશે માહિતી મળી. શિવલાલે તે વ્યક્તિ પાસે કારમાં થોડો ફેરફાર કરાવ્યો. તેઓ જણાવે છે કે તે કારના પેડલ સામાન્ય કરતા વધારે ઉંચા હતા અને મારા પગ ત્યાં સુધી પહોંચી શકતા હતા.
ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
ડ્રાઈવિંગ શીખતી વખતે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણીવાર તેઓ નિરાશ પણ થયા. પરંતુ એકવાર જ્યારે તેમણે અમેરિકામાં એક વ્યક્તિનો કાર ચલાવતો વીડિયો જોયો તો તેમનો આત્મવિશ્વાસ વધી ગયો. તેમણે ઘણી જગ્યાએ ડ્રાઈવિંગ શીખવા માટે અરજી કરી હતી. પરંતુ દરેક જગ્યાએ અરજી નકારી કાઢવામાં આવતી હતી.