AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh: કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 150થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા, તંત્ર હાઈ એલર્ટ પર

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં વરસાદ બાદ ભૂસ્ખલનની દુર્ઘટનામાં હજુ પણ 150 થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે.ત્યારે હાલ તંત્ર દ્વારા કામગિરી હાથ ઘરવામાં આવી છે.

Himachal Pradesh: કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 150થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા, તંત્ર હાઈ એલર્ટ પર
Landslide in Kinnaur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:40 AM
Share

Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં રવિવારે કિન્નૌર(Kinnaur) જિલ્લાના સાંગલા-ચિતકુલ રોડ પર બત્સેરીમાં થયેલી ભુસ્ખલનની(Landslides) દુર્ઘટનાને કારણે 9 પ્રવાસીઓના મોત થયા છે. ઉપરાંત હજુ પણ આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. રામ ઠાકુરે (Ram Thakur) જણાવ્યું હતું કે, કિન્નૌર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સહિત લગભગ 150 લોકો હજી ફસાયેલા હોવાની સંભાવના છે. અમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કિન્નૌર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપ્યા બાદ વહીવટી તંત્ર હાઈ એલર્ટ (High Alert)પર છે.

ઉલ્લેખનીય છે કે,ભારે વરસાદ (Rain)અને રસ્તો બંધ થવાને કારણે 150થી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના છે. વળી, ચિતકુલ, રક્ષમ અને બાત્સેરી ગામોમાં દુર્ઘટનાને પગલે વિજળી પણ બંધ રાખવામાં આવી છે. આ અકસ્માતને કારણે અંદાજીત 2.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાન અહેવાલ મળી રહ્યા છે.

બચાવ કામગિરી શરૂ

ખીણમાં ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને બહાર કાઢવા જિલ્લા પ્રશાસનની ટીમો સૈન્યની સાથે બચાવ કામગીરીમાં જોતરાઈ છે. આપને જણાવી દઈએ કે કિન્નૌર જિલ્લાના સાંગલા-ચિતકુલ રોડ પર રવિવારે બત્સેરીમાં પહાડ પરથી તિરાડથી પટકાતા અનેક પ્રવાસીઓના મુત્યુ થયા છે. મૃતકોમાં પર્યટક આમોચ બાપત જે નેવીનો લેફ્ટનન્ટ હતો. તેમના મૃતદેને સૈન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત આ અકસ્માતમાં રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના 9 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની ઘોષણા કરી છે.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

CM જય રામ ઠાકુરે શિમલામાં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા પણ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરત કરી છે.જિલ્લા પર્યટન અધિકારી સ્વાતિ ડોગરાએ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે સંગલા-ચિટકુલ લિંક રોડ પર ગુણસા નજીક 300 મીટર બંધ રસ્તો ફરીથી બનાવવા માટે કામગિરી શરૂ કરવામાં આવી છે અને લગભગ 1.5 કરોડના ખર્ચે બનેલા 120 મીટર લાંબા વેલી બ્રિજનું સમારકામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Assam Mizoram Border Dispute: બંને રાજ્યો વચ્ચે થયેલા ઘર્ષણમાં 6 જવાનોના મોત, આસામ સરકારે જલિયાવાલા બાગની ઘટના સાથે કરી ફાયરિંગની તુલના

આ પણ વાંચો: જાણો શું છે Global Minimum Tax કે જેની તૈયારીમાં લાગી છે મોદી સરકાર

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">