હિજાબ વિવાદ : હાઈકોર્ટમાં આજે પણ કોઈ નક્કર ઉકેલ ન આવ્યો, કાલે કર્ણાટક HCમાં થશે સુનાવણી

કર્ણાટક હાઈકોર્ટે સામાજિક કાર્યકરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ રહમતુલ્લા કોટવાલને કહ્યુ કે, તમે આટલા મહત્વપૂર્ણ મામલામાં કોર્ટનો કિંમતી સમય બગાડો છો.

હિજાબ વિવાદ : હાઈકોર્ટમાં આજે પણ કોઈ નક્કર ઉકેલ ન આવ્યો, કાલે કર્ણાટક HCમાં થશે સુનાવણી
Hijab Controversy in Karnataka (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:23 PM

Hijab Controversy in Karnataka : હિજાબ વિવાદ (Hijab Controversy) પર કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka High Court) આજે સુનાવણી પૂરી થઈ ગઈ છે. આજે પણ હાઈકોર્ટમાં આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સુનાવણી દરમિયાન,  હાઈકોર્ટે સામાજિક કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાંથી એકને ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટે સામાજિક કાર્યકરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ રહમતુલ્લા કોટવાલને કહ્યું કે, તમે આટલા મહત્વપૂર્ણ મામલામાં કોર્ટનો કિંમતી સમય બગાડો છો.

આ વિવાદ મુસ્લિમ છોકરીઓના માનસ પર અસર કરી રહ્યો છે

બીજી તરફ અરજદારના વકીલ વિનોદ કુલકર્ણીએ (Vinod Kulkarni) કોર્ટમાં કહ્યુ કે, ‘આ મુદ્દો ઉન્માદ પેદા કરી રહ્યો છે અને મુસ્લિમ છોકરીઓના માનસિક સ્વાસ્થ્યને (Mental Health) અસર કરી રહ્યો છે.’ તેમજ કુલકર્ણીએ કોર્ટને શુક્રવાર સુધી મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાની વચગાળાની પરવાનગી આપવા જણાવ્યુ હતુ.

5 વિદ્યાર્થિનીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ.એમ. ડારે કોર્ટમાં કહ્યું કે, હિજાબ પર સરકારના આદેશની (Karnataka Govt) અસર તેમના ક્લાયન્ટ્સ પર પડશે જેઓ હિજાબ પહેરે છે. તેમણે વધુમાં કહ્યું કે આ આદેશ ગેરબંધારણીય છે. કોર્ટે ડારને તેમની હાલની અરજી પાછી ખેંચી લેવા અને નવી અરજી દાખલ કરવા જણાવ્યુ હતુ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બુધવારે હાઈકોર્ટમાં આ દલીલો કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે, બુધવારે અરજીકર્તાના વકીલ વતી તમામ દલીલો આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેંચ સમક્ષ વરિષ્ઠ વકીલ પ્રોફેસર રવિવર્મા કુમારે કહ્યું હતું કે શા માટે સરકાર એકલી હિજાબનો મુદ્દો બનાવી રહી છે. બંગડીઓ પહેરેલી હિંદુ છોકરીઓ અને ક્રોસ પહેરેલી ખ્રિસ્તી છોકરીઓને શાળામાંથી કેમ બહાર કાઢવામાં આવતી નથી.

આવો ભેદભાવ શા માટે ?

કુમારે વધુમાં કહ્યું કે દેશમાં કાનની બુટ્ટી, ક્રોસ, હિજાબ, બુરખો, બંગડીઓ અને પાઘડી પહેરવામાં આવે છે. મહિલાઓ કપાળ પર બિંદી પણ લગાવે છે. પરંતુ સરકારે આમાંથી માત્ર હિજાબ પસંદ કર્યો અને તેના પર પ્રતિબંધ મૂક્યો, આવો ભેદભાવ શા માટે ?

આ પણ વાંચો : Maharashtra: બોમ્બે હાઈકોર્ટે કહ્યું ‘પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીને પેન્શન ન મળે’, જાણો શું છે મામલો

g clip-path="url(#clip0_868_265)">