નિયમોના ઉલ્લંઘન બદલ CHRI નું લાઇસન્સ સસ્પેન્ડ, ગૃહ મંત્રાલયના અધિકારીએ આપી માહિતી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CHRIનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર 180 દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ સંગઠને ગયા વર્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
Delhi : દિલ્હી હાઈકોર્ટે સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટિવ (Civil Society Organization Commonwealth Human Rights Initiative) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેની નોંધણી સ્થગિત કરવાના કેન્દ્ર સરકારના (Central Govt) નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
CHRI સંસ્થા FCRA હેઠળ નિયમોનું પાલન કરવામાં અસફળ
ગૃહ મંત્રાલયના (Ministry of home affairs) અધિકારીઓએ આ મામલે જણાવ્યુ હતુ કે, CHRI સંસ્થા FCRA હેઠળ નિયમોનું પાલન કરવામાં અસફળ રહી. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, CHRI દ્વારા ઉલ્લંઘન કરાયેલા નિયમોમાં 2018-2019 માટે વાર્ષિક રિટર્ન સબમિટ કરવામાં નિષ્ફળતા તેમજ NGOએ જે પ્રોજેક્ટ માટે કામ કર્યું તેની વિગતોનો સમાવેશ થાય છે.
CHRI ના FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવાના કારણોમાં નિયમોના ઉલ્લંઘનનો પણ સમાવેશ થાય છે કારણ કે એવા કિસ્સાઓ હતા કે જ્યારે ભારતમાં એક NGO દ્વારા પ્રાપ્ત વિદેશી યોગદાનને સમાજના લાભ માટે તેમજ વિદેશમાં સંસ્થાને કન્સલ્ટન્સી માટે ભારતીય ક્ષેત્રની બહાર ખર્ચવામાં આવ્યા હતા. તેમજ ઉપાર્જિત વ્યાવસાયિક ફી અને એવોર્ડ માટે તેના વાર્ષિક વળતરમાં વિદેશી યોગદાન તરીકે દર્શાવવામાં આવ્યુ હતુ.
આ આદેશ ખોટા તથ્યો પર આધારિત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 180 દિવસ માટે CHRI ના નોંધણી પ્રમાણપત્રને સસ્પેન્ડ કર્યા પછી સંગઠને ગયા વર્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. CHRIએ અરજીમાં સરકારના આદેશને રદ કરવાની માગ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ આદેશ ખોટા તથ્યો પર આધારિત છે, અધિકાર ક્ષેત્ર વિના FCRની કલમ 13ની બહાર જઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે લાઇસન્સ 180 દિવસ માટે લંબાવ્યુ
સંસ્થા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે દલીલ કરી હતી કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશનએક્ટ-2010 (FCRA) ના કથિત ઉલ્લંઘનના આધારે CHRI ની નોંધણી સસ્પેન્શન અસંગત છે. તમને જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે ગયા વર્ષે 7 જૂને તેનુ લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતુ અને બાદમાં ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે 1 ડિસેમ્બરે તેને વધુ 180 દિવસ માટે લંબાવવમાં આવ્યુ હતુ.
જાણો CHRI વિશે
CHRI માનવ અધિકારના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા છે. વર્ષ 1987માં 53-રાષ્ટ્રોના ફેડરેશનમાં માનવ અધિકારો પર ધ્યાન આપવામાં ન આવતાં અનેક કોમનવેલ્થ વ્યાવસાયિક સંગઠનો દ્વારા CHRIની સ્થાપના કરવામાં આવી હતી. જો કે, કોમનવેલ્થે સભ્ય દેશો માટે એક સામાન્ય સામાન્ય કાનૂની વ્યવસ્થાનો આધાર પૂરો પાડ્યો હતો. CHRI ની ઓફિસ દિલ્હીમાં છે અને તેનું હેડક્વાર્ટર લંડનમાં આવેલું છે.
આ પણ વાંચો : Hijab Controversy : પોલીસે હુબલી-ધારવાડમાં તાત્કાલિક અસરથી કલમ 144 લાગુ કરી, જાણો સમગ્ર વિગત