Weather Update : રાજધાની દિલ્હીમાં સવારથી જ ભારે વરસાદ, IMDએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

દિલ્હીમાં (delhi)શુક્રવાર રાતથી જ અવિરત વરસાદ ચાલુ છે. સતત વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે,ઉપરાંત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કરવામાં આવ્યું છે.

Weather Update : રાજધાની દિલ્હીમાં સવારથી જ ભારે વરસાદ, IMDએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Heavy rain in delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 9:48 AM

Delhi Weather Update : દિલ્હીમાં અવિરત વરસાદને પગલે હવામાનની (Weather) પેટર્ન બદલાઈ ગઈ છે અને તાપમાનમાં ઘટાડો નોંધાતા શહેરનું તાપમાન 27 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે,શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો, જેનાથી લોકોને ઘણી રાહત મળી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે.જેથી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજે શનિવારે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે.

લોકોને ગરમીમાંથી રાહત

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શુક્રવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 32.8 ડિગ્રી સેલ્સિયસ નીચે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 27.3 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે શહેરમાં સાંજે 5.30 સુધી 11 મીમી વરસાદ નોંધાયો હતો. અને છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું સ્તર 70 થી 97 ટકા રહ્યુ હતું. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત રહેશે.

ત્રણ જિલ્લાઓમાં ઓછો વરસાદ

ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department) અનુસાર, આ ચોમાસાની સિઝનમાં દિલ્હીના ત્રણ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે ચાર જિલ્લાઓમાં વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે,1 જૂનથી અત્યાર સુધીમાં 491.6 મીમીના સામાન્ય વરસાદની સામે ઉત્તર પૂર્વ દિલ્હીમાં માત્ર 154 મીમી વરસાદ થયો છે, જે ખૂબ ઓછો છે.

સૌથી ઓછો વરસાદ મધ્ય દિલ્હીમાં થયો

જ્યારે પૂર્વ દિલ્હીમાં અત્યાર સુધીમાં 297.8 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 39 ટકા ઓછો છે. અત્યાર સુધીમાં દક્ષિણ દિલ્હીમાં 371.6 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 24 ટકા ઓછો છે. ચોમાસાની સિઝન (Monsoon Season) દરમિયાન સામાન્ય વરસાદ 412.1 મીમી છે,જ્યારે રાજધાનીમાં 1 જૂનથી સરેરાશ 431 મીમી વરસાદ નોંધાયો છે, આપને જણાવી દઈએ કે, ભારતમાં સૌથી ઓછો વરસાદ મધ્ય દિલ્હીમાં થયો છે.

ઓગસ્ટમાં સામાન્ય વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર ઉત્તર દિલ્હીમાં 677.7 મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા વધારે છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય વરસાદની (Rains) આગાહી કરવામાં આવી છે.આગાહી મુજબ,રાજધાનીમાં સરેરાશ 95 થી 106 મીમી વરસાદ થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે 23 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: Jammu Kashmir: પુલવા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આ પણ વાંચો: Gorkha Regiment: જાણો સેનામાં કેટલા સામેલ થયા નવા ગોરખા જવાન ? જાણો દુનિયાની સૌથી બહાદુર રેજિમેન્ટ વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">