દેશના કેટલાક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ઓડિશા સહિત અમુક રાજ્યોમાં હીટવેવની સંભાવના

|

Apr 17, 2024 | 12:31 PM

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર મધ્ય ઉષ્ણકટિબંધીય પવનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની ધરી સાથે લગભગ 5.8 કિમી ઉપર છે.

દેશના કેટલાક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ઓડિશા સહિત અમુક રાજ્યોમાં હીટવેવની સંભાવના
Heat Wave And Rain forecast

Follow us on

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર મધ્ય ઉષ્ણકટિબંધીય પવનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની ધરી સાથે લગભગ 5.8 કિમી ઉપર છે.

પૂર્વ બિહાર અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ છે.વિદર્ભના પૂર્વ ભાગોમાં ચક્રવાતનું પરિભ્રમણ છે. 18મી એપ્રિલથી પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે.

આગામી 24 કલાક દરમિયાન કેવુ રહેશે હવામાન

  • આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
  • પશ્ચિમ હિમાલય પર છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, 18 અને 21 એપ્રિલની વચ્ચે પશ્ચિમ હિમાલયમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (30-40 kmph) સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા શક્યતા છે.
  • 19 એપ્રિલે પશ્ચિમ હિમાલયમાં છૂટાછવાયા ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
  • 18 અને 21 એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (30-40 કિમી પ્રતિ કલાક) સાથે વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કેવુ રહ્યું હવામાન

  • છેલ્લા 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં કેટલાક સ્થળોએ વરસાદ અને હિમવર્ષા થઈ હતી.
  • હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, કેરળ અને તમિલનાડુમાં હળવો વરસાદ થયો હતો.
  • ગઈકાલે દરિયાકાંઠાના ઓડિશા અને કોંકણના ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત છે.

મહારાષ્ટ્રની શાળાઓમાં સમય ઘટાડ્યો

શાળાઓ વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટેના પગલાં લઈ રહી છે. પાલઘર જિલ્લાના બોઈસરમાં આવેલી ચિન્મય વિદ્યાલયે ગરમીને કારણે શાળાનો સમય ઘટાડી દીધો છે, જેમાં આવતા મહિને ઉનાળાની રજાઓ સુધી સવારે 7:30 થી 10:30 અને 11 થી 2 વાગ્યા સુધી વર્ગો ચાલશે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ગુજરાતના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર

ગુજરાતના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Next Article