કોરોનાના વર્તમાન મ્યુટન્ટ સામે હર્ડ ઈમ્યુનિટી ઝડપથી નથી બનતી, સાવચેતી દાખવવી જરૂરી નહી તો ભોગવવા પડશે ગંભીર પરીણામ

હર્ડ ઈમ્યુનિટી ( Herd Immunity ) અંગે નિષ્ણાંત તબીબોનું કહેવુ છે કે, વર્તમાન વાયરસ સામે હર્ડ ઈમ્યુનિટી બનતા વાર લાગે છે, પરંતુ 6થી 9 મહિનામાં હોસ્પિટલોમાં ભીડ અને મોતના આંકડાઓ ઓછા થશે. આ સ્થિતિમાં માત્ર વેક્સિન જ એક માત્ર ઉપાય છે.

કોરોનાના વર્તમાન મ્યુટન્ટ સામે હર્ડ ઈમ્યુનિટી ઝડપથી નથી બનતી, સાવચેતી દાખવવી જરૂરી નહી તો ભોગવવા પડશે ગંભીર પરીણામ
કોરોનાના વર્તમાન મ્યુટન્ટ સામે હર્ડ ઈમ્યુનિટી ઝડપથી નથી બનતી
Follow Us:
| Updated on: May 05, 2021 | 10:13 AM

ભારતમાં ગયા વર્ષે કોરોના મહામારી પ્રસરી ત્યારે હર્ડ ઈમ્યુનિટી ( Herd Immunity ) અને એન્ટિબોડીની ખુબ ચર્ચા થઈ હતી. એ વખતે તબીબી નિષ્ણાતો કહેતા હતા કે, જે તે એરિયા કે શહેરના લોકો કોરોના સંક્રમિત થઈ જાય તો તેમનીએન્ટી બોડી બની જશે અને ભવિષ્યમાં કોરોનાની સામે તેમનુ શરીર પ્રતિકાર કરી શકશે. પરંતુ હવે તબીબી નિષ્ણાોતનું માનવુ છે કે, કોરોના વાયરસના નવા મ્યુટેન્ટે, એન્ટીબોડી અને હર્ડ ઈમ્યિનીટીની થિયરીને માત કરી દીધી છે.

દેશની જાણીતી સંસ્થાઓના આરોગ્ય નિષ્ણાતોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પ્રસરી છે તે જોતા નજીકના ભવિષ્યમાં હર્ડ ઈમ્યુનિટી તૈયાર નહી થાય. જેના કારણે કોરોના વાયરસ ફેલાતો જ રહેશે અને મહામારી વકરતી રહેશે. જેના કારણે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ થતા રહેશે. પરંતુ મૃત્યુ આંક ઘટતો રહેશે.

વસ્તીના મોટોભાગના લોકોને કોરોના સંક્રમણ થાય ત્યાર બાદ જ હર્ડ ઈમ્યુનિટી તૈયાર થતી હોય છે. વર્તમાન સંજોગોમાં હર્ડ ઈમ્યુનિટી માટેના માત્ર બે જ રસ્તા છે. પહેલો એ કે મોટાભાગના લોકો કોરોના સંક્રમીત થઈ જાય અને બીજો એ કે વેક્સિન લઈને. હાલના સંજોગોમાં જેમની રોગ પ્રતિકાર શક્તિ મજબૂત નહી હોય તેવા લોકો પણ સરળતાથી કોરોના સંક્રમિતથી બચી શકશે. કારણ કે મોટાભાગના લોકો,રોગપ્રતિકાર શક્તિ મજબૂત થઈ જવાને કારણે કોરોના વાયરસને માનવ શરીરમાં પ્રવેશતા અને શરીરમાં વધુ માત્રામાં ફેલાતો અટકાવી શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના (PHFI) અધ્યક્ષ જણાવે છે કે, હર્ડ પ્રોટેકશન છે, હર્ડ ઈમ્યુનિટી નહી. વાયરસની સામે લડી ના શકે તેવી વ્યક્તિ જો સંક્રમિત વિસ્તારમાં જાય તો તેને સરળતાથી સંક્રમણ લાગી શકે છે. હર્ડ ઈમ્યનિટી વસ્તી ઉપર આધારિત છે. કોઈ વ્યક્તિ ઉપર નહી. લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવ જા કરતા રહે છે. અને તેઓ નબળી રોગ પ્રતિકાર શક્તિને કારણે, સરળતાથી કોરોના સંક્રમણનો ભોગ બને છે. આવા સંજોગોમાં માત્ર તમને વેક્સિન જ રોગ સામે રક્ષણ આપે છે.

યુકેમાં એક તરફ લોકડાઉન લાદવાની સાથે જ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવીને કોરોના ઉપર નિયંત્રણ લીધુ હતુ. યુકેએ અપનાવેલી બેવડી બચાવ નિતીને કારણે, 3 મેના રોજ માત્ર 1649 જ કેસ નોંધાયા છે. જો કે ફ્રાન્સમાં રોજના 25 હજાર કેસ સામે આવી રહ્યાં છે. જર્મની અને સ્પેનમાં કોરોના મહામારીનો પીક ગત વર્ષના ઓક્ટોબરમાં અને ચાલુ વર્ષના શરૂઆતમાં જોવા મળ્યો હતો. ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં આ બન્ને દેશમાં કોરોનાના વ્યાપક કેસ જોવા મળ્યા હતા. જ્યા હવે સ્થિતિ કાબુમાં છે. આ બધા દેશોએ વેકિસન ઉપર ભાર મૂકીને સ્થિત કાબુમાં લીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">