આરોગ્ય પ્રધાન દેશભરમાં રસીકરણની સ્થિતિ અંગે કરશે સમીક્ષા, ગુરૂવારે રાજ્યો સાથે કરશે બેઠક

દેશભરમાં રસીકરણની કામગીરી ઝડપી કરવા માટે કેન્દ્ર સરકારે હર ઘર દસ્તક અભિયાન તાજેતરમાં જ શરુ કર્યુ છે. ત્યારે આરોગ્ય મંત્રી બેઠકમાં આ અભિયાનની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરશે.

આરોગ્ય પ્રધાન દેશભરમાં રસીકરણની સ્થિતિ અંગે કરશે સમીક્ષા, ગુરૂવારે રાજ્યો સાથે કરશે બેઠક
File Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Nov 10, 2021 | 7:13 PM

કોરોના (Corona Virus) સામે લડત માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. જેની સમીક્ષા કરવા કેન્દ્ર સરકાર ગુરુવારે સવારે 10 વાગ્યે રાજ્યો સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ રસીના કવરેજને લઈને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની આ બેઠક બોલાવી છે.

કેન્દ્ર સરકારના હર ઘર દસ્તક અભિયાન હેઠળ લોકોને ઘરે ઘરે જઈને કોરોના સામેની રસી આપવામાં આવી રહી છે. જેથી કોરોનાનું સંક્રમણ દેશમાં ઓછામાં ઓછુ ફેલાય. તેમજ આ અભિયાન એટલા માટે પણ શરૂ કરવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો બીજો ડોઝ મળ્યો નથી. જેથી આ અભિયાન હેઠળ તેમને ઘરે બેઠા કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

અભિયાન આ મહિને શરૂ થયું

કોરોના રસીકરણની ગતિ દેશભરમાં ધીમી ચાલી રહી હતી. તેથી તેને પૂરજોશમાં લાવવી જરુરી હતી. આ રસીકરણની કામગીરીમાં મંદીને જોતા કેન્દ્ર સરકારે ગયા મહિને જાહેરાત કરી હતી કે નવેમ્બરની શરૂઆતથી ડોર ટુ ડોર રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

આ ઝુંબેશ હેઠળ અગાઉ એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં રસીકરણમાં ઘટાડો થયો છે. આ અભિયાનને ‘હર ઘર દસ્તક’ નામ આપવામાં આવ્યું હતું. તેનો હેતુ લોકોને જીવલેણ વાયરસ સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણ રસી મેળવવા માટે પ્રેરિત કરવાનો છે.

2 નવેમ્બરથી ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ થયું હતું. જે સૌ પ્રથમ દેશના તે 48 જિલ્લાઓ પર હતું, જ્યાં પ્રથમ રસી લેનારા લોકોની સંખ્યા 50 ટકાથી ઓછી છે. કેન્દ્ર સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં દેશભરના તમામ પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી જાય.

100 કરોડથી વધુ રસીકરણ

દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ડેટા અનુસાર દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક ચેપ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે.

તે જ સમયે, સાપ્તાહિક ચેપ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો ચેપમુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 11,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 460 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ જુનાગઢ : સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું, 9 નવેમ્બર સુધીમાં 47 હજાર પ્રવાસીઓની મુલાકાત

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati