રસીકરણના ડેટા સમયસર મોકલવા સાથે કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવા 9 રાજ્યોના આરોગ્ય મંત્રીને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની ટકોર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ એવા સમયે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી છે જ્યારે ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ વધી રહ્યા છે. જોકે, ઘણા રાજ્યોમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.
Mansukh Mandaviya : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ મંગળવારે કોવિડ-19(Covid-19)ની સ્થિતિને લઈને 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના આરોગ્ય પ્રધાનો હાજર રહ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, લોકો મોટી સંખ્યામાં હોમ આઈસોલેશન (Home isolation)નો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તેથી, રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર તેમની દેખરેખ રાખવી જોઈએ.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ ટેસ્ટિંગ (Covid testing)અને કોરોના રસીકરણ (Corona Vaccination) ડેટા સમયસર મોકલવા કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે જે રાજ્યોમાં ટેસ્ટિંગ ઘટી રહ્યું છે, ત્યાં તેને વધુ તીવ્ર બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે વાતચીત કરી હતી.
અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
મનસુખ માંડવિયાએ એવા સમયે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી છે જ્યારે ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, ઘણા રાજ્યોમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર(Coronavirus Third Wave)ની ઝડપ પહેલી અને બીજી લહેર કરતા ધીમી છે. જો કે દરરોજ ચેપના 3 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 614 દર્દીઓના મોત થયા છે.
દેશમાં કોરોના રસીકરણ કવરેજ 162.92 કરોડ
કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને દેશમાં કોરોના રસીકરણ(Corona Vaccination) અભિયાન પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે અને દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા હવે 162.92 કરોડને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સોમવારે 62 લાખ (62,29,956) થી વધુ લોકોને કોરોનાની રસી (Corona Vaccine)આપવામાં આવી હતી. જે પછી ભારતમાં કુલ રસીકરણ કવરેજ હવે (1,62,92,09,308) છે. ભારતમાં, 88 લાખ (88,02,178) થી વધુ પ્રિસ્ક્રિપ્શન ડોઝ (બૂસ્ટર ડોઝ) હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
પૂર્વ ભારતીય ક્રિકેટર અને BJP સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ
આ પણ વાંચોઃ