જન્મદિવસે પણ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે પીએમ નરેન્દ્ર મોદી, જાણો કેવો હશે આખા દિવસનો શિડ્યુલ
કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન દ્વારા ચિત્તાઓનું મુક્તિએ ભારતના વન્યજીવન અને તેના નિવાસસ્થાનને પુનર્જીવિત કરવા અને વૈવિધ્યીકરણ કરવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે. ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે (Birthday) ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે પણ ભરચક કાર્યક્રમોમાં મોદી વ્યસ્ત રહેશે. આવો જાણીએ આજના દિવસે તેમના દિવસભરના કાર્યક્રમો કયા રહેશે? પ્રધાનમંત્રી આજે વન્યજીવન અને પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાર કાર્યક્રમોને સંબોધશે. તેમના જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે જ્યાં તેઓ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડશે.
ત્યારપછી વડાપ્રધાન કરહાલ, શ્યોપુર ખાતે મહિલા SHG સભ્યોના સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે સ્વ-સહાય જૂથ પરિષદમાં ભાગ લેશે. વડાપ્રધાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITI વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પછી, સાંજે, તેઓ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિની શરૂઆત કરશે અને આ પ્રસંગે તેમનું સંબોધન પણ આપશે.
વન્યજીવોના રહેઠાણને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન દ્વારા ચિત્તાઓનું મુક્તિ એ ભારતના વન્યજીવન અને તેના નિવાસસ્થાનને પુનર્જીવિત કરવા અને વૈવિધ્યીકરણ કરવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે. ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન જે ચિતાઓને છોડશે તે એમઓયુ હેઠળ નામિબિયાથી લાવવામાં આવ્યા છે. ચિત્તા ભારતમાં ખુલ્લા જંગલ અને ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.
કૌશલ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરશે
વડાપ્રધાન શ્યોપુરના કરહાલમાં આયોજિત SHG કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ પ્રમોટ કરાયેલ હજારો મહિલા સ્વસહાય જૂથ (SHG) સભ્યોની હાજરી જોવા મળશે. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન PM કૌશલ વિકાસ યોજના હેઠળ ચાર ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (PVTGs) કૌશલ્ય કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી
ભારતીય જનતા પાર્ટી (BJP) આજે, 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (સેવા પખવાડિયા) તરીકે ઉજવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીના જન્મદિવસ માટે એક વ્યાપક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ માટે તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને તેને “સેવા પખવાડિયા” તરીકે ઉજવવાની સૂચના આપી છે.
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ઉજવવામાં આવશે. જે અંતર્ગત પાર્ટી જિલ્લા સ્તરે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રદર્શનનું આયોજન કરશે. આ સાથે, પાર્ટી “મોદી @20 સપને હુએ સાકાર” પુસ્તકના પ્રચાર માટે પણ રણનીતિ બનાવી રહી છે. રક્તદાન કેમ્પ, ફ્રી ચેક-અપ કેમ્પ, કોવિડ-19 બૂસ્ટર ડોઝનો પ્રચાર, ‘વિવિધતામાં એકતા અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સંબંધિત કાર્યક્રમો, વર્ષભર ચાલતું ક્ષય રોગ (ટીબી) મુક્ત અભિયાન વગેરેનું આયોજન આજથી શરૂ કરવામાં આવ્યું છે. .