Gyanvapi: સર્વેના બીજા રિપોર્ટમાં શિવલિંગનો ઉલ્લેખ, મસ્જિદની અંદર કમળ ,ત્રિશૂળ અને ડમરૂના ચિહ્ન, દિવાલ પર સનાતન સંસ્કૃતિની ઝલક

સર્વેના (Gyanvapi survey report) બીજા રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે કે મસ્જિદની અંદર ભોંયરાની દિવાલ પર સનાતન સંસ્કૃતિના વિવિધ ચિહ્નો જોવા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અહીં સંસ્કૃતમાં શ્લોક પણ લખવામાં આવ્યા છે.

Gyanvapi: સર્વેના બીજા રિપોર્ટમાં શિવલિંગનો ઉલ્લેખ, મસ્જિદની અંદર કમળ ,ત્રિશૂળ અને ડમરૂના ચિહ્ન, દિવાલ પર સનાતન સંસ્કૃતિની ઝલક
Gyanvapi: Second report of the survey mentions Shivling, lotus, trident and damru symbol inside the mosque
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 6:42 PM

વારાણસીમાં જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદ સર્વેનો બીજો અહેવાલ ગૂરૂવારે કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ બીજા રિપોર્ટ (Gyanvapi second survey report)માં ઘણા મહત્વના ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સર્વેમાં ખુલાસો થયો છે કે મસ્જિદમાં (Mosque)સનાતન ધર્મ સાથે જોડાયેલા ઘણા ચિહ્ન છે. અહેવાલમાં જણાવ્યું છે કે મસ્જિદની અંદર ત્રિશૂળ, ડમરૂ અને કમળના નિશાન છે. ચે ઉપરાંત વજૂ કુંડમાં મળેલા કથિત શિવલિંગનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે. સહાયક કોર્ટ કમિશ્નર અજય સિંહે જણાવ્યું હતું કે અજય મિશ્રાએ ગત સાંજે અહેવાલ રજૂ કર્યો હતો. બહારની દિવાલનો જે સર્વે તેમણે કર્યો છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જોકે આ રિપોર્ટ અંગેના સવાલ પર અજય સિંહે કંઇ પણ કહેવાની ના પાડી દીધી હતી.

જ્ઞાનવાપી પરિસરમાં મળ્યા છે સનાતન મંદિરના પુરાવા

દિવાલ પર લખેલાં છે સંસ્કૃત શ્લોક

મીડિયા અહેવાલ પ્રમાણે સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે મસ્જિદની અંદર ભોંયરાની દિવાલ પર સનાતન સંસ્કૃતિના ચિહ્ન મળ્યા છે. સૂત્રોનું માનીએ તો સંસ્કૃત શ્લોક પણ લખેલા છે. તે ઉપરાતં સર્વેના બીજા અહેવાલમાં શિવલિંગનો પણ ઉલ્લેખ છે. તે ઉપરાંત મસ્જિદની દિવાલો પર ડમરૂ, ત્રિશૂલ, અને કમળના પ્રતીક મળ્યોાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવામાં આવ્યો છે. ત્રણ દિવસના સર્વે બાદ કમિશનનો રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવ્યો છે. સર્વેના છેલ્લા દિવસે હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદના વજૂ ખાનામાં શિવલિંગ મળી આવ્યું છે. આ બાબતનું મુસ્લિમ પક્ષે ખંડન કર્યું છે અને તે જગ્યાએ ફુવારો હોવાનું જણાવ્યું હતું.

પ્રથમ સર્વેમાં પણ કરવામાં આવ્યો દાવો

આ પહેલા કોર્ટ કમિશ્નર અજય કુમાર મિશ્રાએ 6 તથા 7મેના રોજ કોર્ટને સર્વે રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં ખઁડિત મૂર્તિઓ,દેવતાઓની કલાકૃતિ, કમળની કલાકૃતિ, શેષનાગની કલાકૃતિ, મળવાનો દાવો સૂત્રોએ કર્યો હતો.

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">