જ્ઞાનવાપીના સર્વે અંગેના નિર્ણય અગાઉ તસવીર બતાવીને ઇતિહાસકારે કહ્યુંઃ આ મસ્જિદ નથી મંદિર છે !

જ્ઞાનવાપીના સર્વે અંગેના નિર્ણય અગાઉ તસવીર બતાવીને ઇતિહાસકારે કહ્યુંઃ આ મસ્જિદ નથી મંદિર છે !
Gyanvapi Image

વારાણસી (varanasi)ના જ્ઞાનવાપી (Gyanvapi) સર્વે પર કોર્ટ (Court) પોતાનો નિર્ણય સંભળાવશે. આ નિર્ણય આવતા પહેલા ઇતિહાસકાર ડો. રામપ્રસાદ સિંહે કહ્યું છે કે આ મસ્જિદ નથી, પરંતુ મંદિર છે.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 12, 2022 | 4:12 PM

વારાણસી (varanasi)ના જ્ઞાનવાપી (Gyanvapi) સર્વે પર કોર્ટ (Court) પોતાનો નિર્ણય સંભળાવશે. આ નિર્ણય આવતા પહેલા ઇતિહાસકાર ડો. રામપ્રસાદ સિંહે કહ્યું છે કે આ મસ્જિદ નથી, પરંતુ મંદિર છે. મારી પાસે તેની તસવીરો છે, જે સચ્ચાઈનું વર્ણન કરે છે. મંદિરનો અવશેષ બચેલો છે જે ફોટામાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિરના સર્વે પર આજે કોર્ટે નિર્ણય સંભળાવશે આ નિર્ણય અગાઉ જ્ઞાનવાપી મસ્જિદ અંગે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે. સર્વે કરી રહેલા વીડિયોગ્રાફર વિભાષ દુબેના દાવા બાદ ઇતિહાસકાર અને સામાજિક કાર્યકર્તા ડો. રામ પ્રસાદ સિંહે પણ જ્ઞાનવાપી મસ્જિદને લઇને ઘણા દાવા કર્યા છે.

આજ તક સાથે વાત કરતા ઇતિહાસકાર અને સામાજિક કાર્યકર્તા ડો. રામ પ્રસાદ સિંહે દાવો કર્યો છે કે મંદિરનો અવશેષ બચેલા છે તે તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ મસ્જિદમાં 3 ગુંબજ બન્યા છે.તો મંદિર તોડીને તેના જ કાટમાળમાંથી ગુંબજ બનાવવામાં આવ્યા છે. ઇતિહાસકાર ડો. રામપ્રસાદ સિંહે એવો દાવો કર્યો છે કે પત્થર લગાડીને દરવાજો બંધ કરવામાં આવ્યો છે. જો તે ખોલવામાં આવે તો ગર્ભ ગૃહની તરફ જાય છે. જે બરાબર વચ્ચેના ગુંબજ નીચે છે. જગ્યાનું નામ જ્ઞાનવાપી છે તેને મસ્જિદ કહી જ ન શકાય. મંદિરના કાટમાળમાંથી 3 ગુંબજ બનાવવામાં આવ્યા છે. આવું મથુરા તથા અયોધ્યામાં પણ થયું છે.

ભોંયરાની અંદર છે દેવી -દેવતાઓની મૂર્તિ

ઇતિહાસકાર ડો. રામપ્રસાદે કહ્યું કે ઉત્તર દિશાની તરફ દરવાજા જેવો આકાર છે. મંદિરનું સ્ટ્રક્ચર પણ આવું જ છે.ભોયંરાની લંબાઈ 7 ફીટ છે. ભોંયરાની અંદર તૂટેલા શિવલિંગ અને દેવી દેવતાઓની મૂર્તિઓ છે. વીડિયોગ્રાફી થતા જ અહીંનું બધું સત્ય ખૂલી જશે. આજ તક સાથે વાત કરતા ઇતિહાસકાર ડો. રામપ્રસાદે કહ્યું કે મારી પાસે રહેલવા ફોટો 1991 થી 1993 વચ્ચેના છે. શ્રંગાર ગૌરી થી આગળ વધશો તો કૂવો દેખાશે જે 400 વર્ષ પહેલા નહોતો . આજે આ કૂવાને ઢાંકી દેવામાં આવ્યો છે. નંદીની તસવીર જુઓ તે હંમેશાં શંકર ભગવાનની સામે હોય છે.

ઇતિહાસકાર ડો. રામપ્રસાદ સિંહે કહ્યું કે નંદીનું મોં જ્ઞાનવાપી તરફ છે આ એક સિગ્નલ છે કે જ્યારે પણ મંદિરનો ઉદ્ધાર થશે ત્યારે અહીંથી જ થશે. નોંધનીય છે કે ડો. રામ પ્રસાદે કાશી વિશ્વનાથ મંદિર તથા જ્ઞાનવાપી મસ્જિદ પર ઘણા વર્ષો સુધી રિસર્ચ કર્યું છે. અને હવે જ્ઞાનવાપી અંગેના વિવાદમાં તેઓ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે.

વીડિયોગ્રાફરે પણ કર્યો દાવો

આ પહેલા ખાનગી ચેનલ સાથે વાત કરતા જ્ઞાનવાપી મસ્જિદ તથા કાશી વિશ્વનાથ મંદિરના સર્વે દરમિયાન વીડિયોગ્રાફી કરનારા વિભાષ દૂબેએ ઘણા દાવા કર્યા છે. વિભાષ દૂબેએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદની દીવાલ પર કોતરેલો પ્રાચીન ઘંટ તથા ફૂલોની ડિઝાઇન જોવા મળી રહી છે. અને દીવાલ પર સ્વસ્તિક પણ કોતરેલો છે. આ બધું કોઈ પણ જઈને જોઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati