છેલ્લા 10 દિવસથી અહીં તડકા માટે તરસી રહ્યા છે લોકો, હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં કોલ્ડવેવની શક્યતા
હાલમાં માત્ર રાજધાની દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં યુપીના ઘણા ભાગોમાં વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. સવાર-સાંજ લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હાલ ઠંડીથી કોઈ રાહત નથી.

દિલ્હી-એનસીઆરમાં અત્યંત ઠંડી છે. છેલ્લા 10 દિવસથી લોકો તડકા માટે તરસી રહ્યા છે. રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. શનિવારે સવારે પણ હળવું ધુમ્મસ છવાયું હતું અને પાટનગરનું લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે સફદરજંગ અને પાલમમાં 500 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.
હાલમાં માત્ર રાજધાની દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં યુપીના ઘણા ભાગોમાં વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. સવાર-સાંજ લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હાલ ઠંડીથી કોઈ રાહત નથી. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની શક્યતા છે.
9મી અને 10મી જાન્યુઆરીએ વરસાદની સંભાવના
IMD અનુસાર, 9 અને 10 તારીખે ઠંડીથી થોડી રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ હવા ગરમ થશે જેના કારણે વરસાદ પણ પડી શકે છે. IMDએ કહ્યું કે દિલ્હીથી આવનારા ગરમ પવનોને કારણે ઠંડીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ ત્યાં સુધી સ્થિતિ એવી જ રહેશે.
દિલ્હીમાં ટ્રેનોની અવરજવર પર પણ ધુમ્મસની અસર જોવા મળી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે દિલ્હી આવતી 14 ટ્રેનો મોડી ચાલી રહી છે. ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, સવારે 9 વાગ્યા સુધી હવાની ગુણવત્તા 315 AQI નોંધવામાં આવી હતી જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે.
આગામી 15 દિવસના હવામાનની સ્થિતિ જાણો
રાજધાની દિલ્હીમાં આગામી 15 દિવસ સુધી તાપમાન 16 થી 12 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજે એટલે કે 7 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન 16થી 22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7-8 ડિગ્રી રહેવાની શક્યતા છે. 9 અને 10 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે.
આ પછી, મહત્તમ તાપમાન 19 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ પછી, 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ફરી એકવાર વરસાદની સંભાવના છે. આ ત્રણ દિવસ વચ્ચેનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસથી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 12 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં શીત લહેર, તાપમાનનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. દીવમાં 10 ડિગ્રી, તો નલિયામાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસામાં 10.4 અને કેશોદમાં 10.7 ડિગ્રી તાપમાન તો માઉન્ટ આબુમાં ઠંડીનું જોર યથાવત છે. 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. આગામી 9 અને 10 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: 7 જાન્યુઆરીના મહત્વના સમાચાર : યુક્રેનમાં રશિયાનો મિસાઈલ હુમલો, પાંચ બાળકો સહિત 11ના મોત
રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી
રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળ્યો છે. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે સીકરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ અને સિરોહીમાં 4.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બિકાનેરમાં છ ડિગ્રી, ગંગાનગરમાં 6.5 ડિગ્રી, જેસલમેરમાં 6.7 ડિગ્રી અને રાજધાની જયપુરમાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
