AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યું આમંત્રણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2024 | 11:44 PM
Share

આજે 7 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યું આમંત્રણ
Gujarat latest live news and samachar today 15 January 2024 politics weather updates daily breaking news top headlines in Gujarati Vasi Uttarayan Uttarayan

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીઆઈજી અને ડીજી કોન્ફરન્સ માટે જયપુરમાં છે. કોન્ફરન્સનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડા જમ્મુ અને કાશ્મીર માટે પાર્ટીની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા કરવા અને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે એક દિવસની મુલાકાતે જશે.

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બંગાળમાં આજે લેફ્ટ પાર્ટી બ્રિગેડની એક મોટી રેલી છે. બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી છે. ચૂંટણીના એક દિવસ પહેલા શનિવારે ઢાકામાં પણ હિંસા જોવા મળી હતી. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક નાના-મોટા સમાચાર અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Jan 2024 11:43 PM (IST)

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યું આમંત્રણ

    અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.

  • 07 Jan 2024 11:24 PM (IST)

    અમિત શાહ અચાનક મુંબઈ પહોંચ્યા

    ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા છે. શાહની આ અંગત મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન તે કોઈને મળશે નહીં. ત્યાં કોઈ મીટિંગ થશે નહીં. અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની બહેન કેટલાક દિવસોથી આ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી તેઓ આજે તેની બહેનને મળવા મુંબઈ આવ્યા હતા.

  • 07 Jan 2024 11:14 PM (IST)

    નોઈડામાં ઈરાની મહિલાની હત્યાના આરોપીની ધરપકડ

    નોઈડાના સેક્ટર 113 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈરાની મહિલાની હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈરાનના નાગરિકો કોઈ મુદ્દે એકબીજા વચ્ચે લડી રહ્યા હતા. દરમિયાન આ શખ્સે પરિવારની યુવતીને લાકડી મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી, જેનું હોસ્પિટલ લઇ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.

  • 07 Jan 2024 10:00 PM (IST)

    શેખ હસીનાએ તેમની બેઠક રેકોર્ડ મતોથી જીતી હતી

    અવામી લીગના પ્રમુખ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માટે ફરીથી વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શેખ હસીનાએ ગોપાલગંજ-3 (તુંગીપારા-કોટલીપારા) બેઠક પર રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત મેળવી છે. તેમને 2,49,962 મત મળ્યા અને તેમના નજીકના હરીફ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ઉમેદવાર શેખ અબુલ કલામને માત્ર 460 મત મળ્યા.

  • 07 Jan 2024 09:43 PM (IST)

    સ્વાતિ માલીવાલ આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે

    સ્વાતિ માલીવાલ આવતીકાલે એટલે કે 8મી જાન્યુઆરીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલને રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

  • 07 Jan 2024 07:47 PM (IST)

    Pmના રોડ શોનો રૂટ બદલાયો

    • UAE પ્રેસિડેન્ટની સિક્યુરિટી દ્વારા એરપોર્ટ થી ગાંધી આશ્રમ રૂટ સુરક્ષાને લઈ રોડ શોને લીલી ઝંડી નહીં
    • UAE પ્રેસિડેન્ટ નહીં જાય ગાંધી આશ્રમ
    • હવે એરપોર્ટ થી ઇન્દિરાબ્રિજ યોજાશે રોડ શો
    • રોડ શો બાદ હોટેલ લીલા જશે PM તથા UAE પ્રેસિડેન્ટ
  • 07 Jan 2024 07:32 PM (IST)

    IND vs AFG T20I Series: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત

    ટીમ ઈન્ડિયા હવે આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારતની મુલાકાત લેશે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. સીરીઝની શરૂઆત 11 જાન્યુઆરી મોહાલીમાં પ્રથમ મેચ રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. પરંતુ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

    અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર

  • 07 Jan 2024 05:41 PM (IST)

    PM મોદી પર ટિપ્પણી કરવા બદલ માલદીવે અનેક વરિષ્ઠ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

    માલદીવના સ્થાનિક મીડિયા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવનારા મુઈઝૂ સરકારના ઘણા વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • 07 Jan 2024 04:57 PM (IST)

    સાબરમતી નદીમાં ગેરકાયદે ચાલતુ રેતી ખનન ઝડપાયું

    ખાણ ખનીજ વિભાગની ફ્લાઈગ સ્કોડે, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના કાસીન્દ્રા ગામે સાબરમતી નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનનને ઝડપી પાડ્યું છે. ગાંધીનગર ફલાઈંગ સ્કોડે દસ્ક્રોઈના કાસિન્દ્રા ગામે નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન અંગે દરોડા પાડ્યા હતા. દરોડામાં મોટી માત્રામાં ડમ્પરો, એક હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યું છે. કરોડોનો મુદ્દામાલ કબજે કરીને અસલાલી પોલીસ મથકે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 07 Jan 2024 03:21 PM (IST)

    હવે સરખેજથી ગિફ્ટ સિટી સુધી દોડશે ડબલ ડેકર AC બસ

    અમદાવાદના સરખેજથી ગાંધીનગરની ગિફ્ટ સુધી એસટી દ્વારા ડબલ ડેકર AC બસ દોડાવાશે. આજે રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ પરિવહન પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે. ડબલ ડેકર બસની અંદર, મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

  • 07 Jan 2024 03:20 PM (IST)

    અરવિંદ કેજરીવાલની જાહેરાત : ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભાની ચૂંટણી

    આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે લોકસભા 2024ની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભરુચ બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યા સુધીમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રીયા શરૂ થશે ત્યા સુધીમાં ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થઈ ગયા હશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

  • 07 Jan 2024 02:07 PM (IST)

    વેરાવળમાં 26 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું રમત બાદ હાર્ટ એટેકથી મોત

    વેરાવળમાં ફુટબોલના આશાસ્પદ મિત કોટકનું ખેલાડીનું હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. ગતમોડી રાત્રે વેરાવળના માલ જીંજવા મુકામે ફૂટબેલ ટુર્નામેન્ટ રમ્યા બાદ જ થોડીવારમાં હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું હતું. ત્યાં હાજર તજજ્ઞ લોકોએ પણ CPR આપી આ ખેલાડીનો જીવ બચાવવાની ભારે મહેનત કરી પણ કારગર ના નીવડી.. અને દવાખાને લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

  • 07 Jan 2024 01:51 PM (IST)

    બિહારમાં લાલુ પ્રસાદ ભ્રષ્ટાચાર અને ગુંડાઓનું પ્રતિક છે – ભાજપ

    બંગાળની જેમ બિહારમાં પણ ઈડી પર હુમલો થઈ શકે છે તેવા સુશીલ કુમાર મોદીના નિવેદન પર બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહારમાં લાલુ પ્રસાદ ભ્રષ્ટાચારનું પ્રતિક છે, ગુંડાઓનું પ્રતિક છે, ગુનેગારોનું પ્રતિક છે, તેથી કંઈ પણ થઈ શકે છે.

  • 07 Jan 2024 01:23 PM (IST)

    CM ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ડબલ ડેકર AC બસનું કર્યું લોકાર્પણ

    • ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને ગિફ્ટસીટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ બસમાં બેસી મુસાફરી કરી
    • ગુજરાત વાઇબ્રન્ટ સમિટના ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવશે
    • ડબલ ડેકર ac અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે
    • ડબલ ડેકર બસની અંદર અત્યાધુનિક સુવિધાઓ મુસાફરો માટે રહેશે ઉપલબ્ધ
    • ગુજરાત સરકાર દ્વારા નવી પાંચ એસી ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે જેમાંથી બે બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી
    • હાલ ગાંધીનગર સીટીને બે ડબલ ડેકર એસી બસ ફાળવવામાં આવી
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહરાજ્યમંત્રી અને ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, બસમાં મુસાફરી કરી
  • 07 Jan 2024 12:31 PM (IST)

    હરિયાણાઃ ઝજ્જરમાં ફૂટવેર ફેક્ટરીમાં લાગી આગ

    હરિયાણાના ઝજ્જરમાં ફૂટવેરની ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે.

  • 07 Jan 2024 12:01 PM (IST)

    PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે

    • વાયબ્રન્ટ ગુજરાતને લઈ સૌથી મહત્વના સમાચાર
    • PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
    • 8 જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ
    • અમદાવાદ એરપોર્ટથી રાજભવન જવા રવાના થશે
    • 9 જાન્યુઆરીએ સવારે 10 વાગે મહાત્મા મંદિર પહોંચશે
    • મહાત્મા મંદિર માં pm અન્ય દેશોના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
    • અંદાજે 2 કલાક સુધી ચાલશે દ્વિપક્ષીય વાતચીત
    • 2 વાગે રાજભવન જશે pm
    • 3 વાગે હેલિપેડ ગ્રાઉન્ડની લેશે મુલાકત
    • ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન
    • 4 વાગે મહાત્મા મંદિર જશે
    • 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જશે
    • UAE વડાનું pm કરશે સ્વાગત
    • એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી UAE વડા તથા pm કરશે રોડ શો
    • ગાંધીઆશ્રમથી બન્ને મહાનુભાવો હોટેલ લીલા જશે
    • UAE વડા હોટેલ લીલામાં કરશે રોકાણ સાથે લેશે ભોજન
  • 07 Jan 2024 11:15 AM (IST)

    આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર ગ્રામીણ મતદારો પર

    • ગ્રામીણ મતદારો આકર્ષવા ચલાવશે અભિયાન
    • ગાવ ચલો અભિયાન અંતર્ગત બીજેપી ગ્રામીણ મતદારોને રીઝવવા કરાશે પ્રયાસ
    • સી આર પાટીલ , સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગઠનના પદાધિકારી અને મંત્રીઓ સહિત લોકો જોડાશે અભિયાનમાં
    • કેન્દ્રીય મંત્રીઓ પણ રોકાશે અભિયાનમાં
    • તમામ દરેક ગામમાં કરશે રાત્રી રોકાણ
    • રાત્રી રોકાણ સહિત 24 કલાક રોકાશે ગામમાં
    • ગ્રામ સભા, ખાટલા બેઠક , ઘર ઘર સંપર્ક નાના ખેડૂત સંમેલન કરશે નેતાઓ
    • જાન્યુઆરી અંત કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ કરશે અભિયાન
  • 07 Jan 2024 10:32 AM (IST)

    ઠંડીના કારણે દિલ્હીની શાળાઓ આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે

    દિલ્હીના મંત્રી આતિશીએ જાહેરાત કરી છે કે હાલની ઠંડીને કારણે દિલ્હીની શાળાઓ નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી 5 દિવસ સુધી બંધ રહેશે.

  • 07 Jan 2024 10:00 AM (IST)

    નર્મદા કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું

    • કેવડિયા આજુબાજુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ
    • વાતાવરણમાં આવ્યો અચાનક બદલાવ
    • વરસાદના કારણે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે
  • 07 Jan 2024 09:46 AM (IST)

    ઠંડીનો કહેર યથાવત, દિલ્હી આવતી 22 ટ્રેનો મોડી ચાલી રહી છે

    ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાય રહ્યું છે. સાથે જ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહી છે. દરમિયાન, રેલવેનું કહેવું છે કે દેશના ઘણા ભાગોમાં ધુમ્મસના કારણે આજે દિલ્હી આવતી 22 ટ્રેનો મોડી ચાલી રહી છે.

  • 07 Jan 2024 09:18 AM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

    રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે. રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણવપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે-રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે.

  • 07 Jan 2024 08:20 AM (IST)

    બાંગ્લાદેશ ખૂબ ભાગ્યશાળી છે, ભારત તેનો ભરોસાપાત્ર મિત્ર છે – PM શેખ હસીના

    બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને પોતાના સંદેશમાં કહ્યું કે તમારું હાર્દિક સ્વાગત છે. અમે ખૂબ નસીબદાર છીએ. ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. તેમણે અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન અમને ટેકો આપ્યો હતો. 1975 પછી જ્યારે અમે અમારું આખો પરિવાર ગુમાવ્યો ત્યારે તેમણે અમને આશ્રય આપ્યો. તેથી ભારતના લોકોને અમારી શુભકામનાઓ.

  • 07 Jan 2024 08:07 AM (IST)

    પોતાનો મત આપતા પહેલા PM શેખ હસીનાએ કહ્યું બાંગ્લાદેશમાં લોકશાહી કાયમ રહે

    વોટિંગને લઈને વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે આપણો દેશ સાર્વભૌમ અને સ્વતંત્ર છે. આપણી વસ્તી મોટી છે. અમે લોકોના લોકતાંત્રિક અધિકારો સ્થાપિત કર્યા છે. હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ દેશમાં લોકશાહી કાયમ રહે.

  • 07 Jan 2024 07:53 AM (IST)

    સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, હાલ ઠંડીથી કોઈ રાહત નહીં – હવામાન વિભાગ

    દિલ્હી-એનસીઆરમાં અત્યંત ઠંડી છે. છેલ્લા 10 દિવસથી લોકો તડકા માટે તરસી રહ્યા છે. રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. શનિવારે સવારે પણ હળવું ધુમ્મસ છવાયું હતું અને પાટનગરનું લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે સફદરજંગ અને પાલમમાં 500 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.

    હાલમાં માત્ર રાજધાની દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં યુપીના ઘણા ભાગોમાં વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. સવાર-સાંજ લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હાલ ઠંડીથી કોઈ રાહત નથી. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની શક્યતા છે.

  • 07 Jan 2024 07:09 AM (IST)

    યુક્રેનમાં રશિયાનો મિસાઈલ હુમલો, પાંચ બાળકો સહિત 11ના મોત

    રશિયાએ યુક્રેનના પૂર્વી શહેર પોકરોવસ્કમાં મિસાઈલ હુમલો કર્યો. આ હુમલામાં પાંચ બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. અહીંના પ્રાદેશિક રાજ્યપાલે આ માહિતી આપી છે.

  • 07 Jan 2024 06:49 AM (IST)

    અયોધ્યા એરપોર્ટ પરથી ટૂંક સમયમાં રૂટિન ફ્લાઈટ્સ શરૂ થશે

    અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સપ્તાહમાં નિયમિત ફ્લાઈટ્સ શરૂ થશે અને એરપોર્ટ પર ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો થશે. એરપોર્ટના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે આ જાણકારી આપી છે.

Published On - Jan 07,2024 6:47 AM

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">