Weather Alert: આ વર્ષે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ ગરમી નોંધાશે- IMD

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના મુખ્ય ભાગો, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

Weather Alert: આ વર્ષે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ ગરમી નોંધાશે- IMD
ગુજરાતમાં આ વર્ષે ઉનાળો વધુ આકરો રહેવાની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:04 PM

હવામાન વિભાગે (Meteorological Department- IMD) મંગળવારે જણાવ્યું હતું કે માર્ચથી મેના સમયગાળા દરમિયાન પંજાબ (Punjab), હરિયાણા ( Haryana) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહારના (Bihar) કેટલાક ભાગ સહિત ઉત્તરીય મેદાની વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે. વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ અને મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના ઉત્તરીય ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. IMD એ જણાવ્યું હતું કે જો કે, ભારતના મોટાભાગના ભાગો, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત તેમજ ઉત્તરીય મેદાનોમાં સામાન્ય મહત્તમ તાપમાન સરેરાશ કરતા ઓછુ રહેવાની શક્યતા છે.

IMD અનુસાર, આ સમયગાળા દરમિયાન મેદાની વિસ્તારોમાં ગરમીનુ પ્રમાણ સામાન્ય કરતા ઓછુ રહેવાની શક્યતા છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના મુખ્ય ભાગો, ગુજરાત અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન, સામાન્ય કરતાં પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે. IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી ગરમીના સમયગાળા (માર્ચથી મે) દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં, ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારતના ભાગો, પૂર્વ તટ પ્રદેશ અને હિમાલયની તળેટીમાં સામાન્ય લઘુત્તમ તાપમાન કરતાં વધુ જોવા મળ્યું હતું. ચોક્કસ વિસ્તારોમાં થવાની સંભાવના છે.

માર્ચમાં ઉત્તરીય મેદાનોમાં ગરમીનુ લહેર આવવાની કોઈ શક્યતા નથી

માર્ચ દરમિયાન ભારતના મોટાભાગના ભાગોમાં અને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય મહત્તમ તાપમાનની નીચે રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. માર્ચમાં ઉત્તરીય મેદાનોમાં ગરમીનુ મોજુ (Heat wave) આવવાની કોઈ શક્યતા નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મેદાની વિસ્તારો માટે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય અને સામાન્ય કરતાં ઓછામાં ઓછું 4.5 ડિગ્રી વધારે હોય ત્યારે હીટ વેવ (Heat wave)  જાહેર કરવામાં આવે છે. IMD અનુસાર, જ્યારે સામાન્ય તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે ત્યારે ગરમીનુ તીવ્ર મોજું જાહેર કરવામાં આવે છે. IMD એ એમ પણ કહ્યું કે ભારતમાં શિયાળાની મોસમમાં વરસતા વરસાદની સરખામણીએ આ વર્ષે 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશમાં ફેબ્રુઆરીમાં ભારે વરસાદની (15) ઘટનાઓ ચાર વર્ષમાં સૌથી ઓછી હતી. કેરળ અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ વરસાદ વરસ્યાની ઘટનાઓ હતી. દેશમાં 2021 અને 2020માં ભારે વરસાદના 18 અને 2019માં વરસાદ વરસ્યાના 82 બનાવ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ

આવતી કાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, આગામી ચૂંટણીના કારણે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર અંદાજપત્ર રજૂ થવાની સંભાવના

આ પણ વાંચોઃ

પ્રોફેશનલ ટેક્સ વસુલવાની સત્તા મહાનગરપાલિકા- નગરપાલિકાને આપવાની માગ, જાણો કઈ રીતે ગણતરી થાય છે અને કયા રાજ્યમાં શું સ્લેબ છે?

g clip-path="url(#clip0_868_265)">