PM મોદીની મોટી જાહેરાત, ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થશે Netaji Subhas Chandra Boseની ભવ્ય પ્રતિમા

કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર Amar Jawan Jyotiની જ્યોતના વિલીનીકરણના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે આ પગલું સૈનિકોના બલિદાનના ઈતિહાસને ભૂંસી નાખવા જેવું છે.

PM મોદીની મોટી જાહેરાત, ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થશે Netaji Subhas Chandra Boseની ભવ્ય પ્રતિમા
Netaji Subhas Chandra Bose Statue will be installed at India Gate (Image Courtesy- Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 1:46 PM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જાહેરાત કરી છે કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ (India Gate) પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Subhas Chandra Bose) ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. તેમણે વધુમાં કહ્યું, “એવા સમયે જ્યારે સમગ્ર દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે.”

કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહાર 

કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર Amar Jawan Jyotiની જ્યોતના વિલીનીકરણના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે આ પગલું સૈનિકોના બલિદાનના ઈતિહાસને ભૂંસી નાખવા જેવું છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘આ ખૂબ જ દુઃખદ છે કે જે અમર જ્યોતિ આપણા બહાદુર જવાનો માટે સળગતી હતી તેને આજે રામ કરવામાં આવશે. કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી, કોઈ વાંધો નથી. અમે અમારા જવાનો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિને પ્રગટાવીશું.

તે જ સમયે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે ‘અમર જવાન જ્યોતિને ઓલવવી એ ઈતિહાસને ભૂંસી નાખવા જેવું છે જે 3,483 બહાદુર સૈનિકોના બલિદાનનું પ્રતિક છે. આ બહાદુર જવાનોએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું અને દક્ષિણ એશિયાનો નકશો બદલી નાખ્યો હતો. તેમણે કહ્યું, ‘આ ખૂબ જ મોટી વિડંબના છે કે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના 50 વર્ષ પૂરા થવાના અવસર પર સરકાર આઝાદી પછીની શ્રેષ્ઠ ક્ષણને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે.’

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર છેલ્લા 50 વર્ષથી સળગતી અમર જવાન જ્યોતિને શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત જ્યોત સાથે વિલિન કરવામાં આવશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે અમર જવાન જ્યોતિની જ્યોત 1971 અને અન્ય યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વિચિત્ર વાત એ છે કે આમાંથી કોઈ પણ શહીદનું નામ ત્યાં હાજર નથી. સરકારી સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઈન્ડિયા ગેટ વિશ્વ યુદ્ધ I અને એંગ્લો-અફઘાન યુદ્ધમાં બ્રિટિશ શાસન માટે લડનારા કેટલાક શહીદોના નામ ધરાવે છે

અમર જવાન જ્યોતિની સ્થાપના 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. તેનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરી 1972ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.

આ પણ વાંચો: UP Elections 2022: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રા પ્રવાસે, બરેલીમાં કરશે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત

આ પણ વાંચો: આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">