AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફક્ત 99 પૈસામાં મળશે આટલી મોટી જમીન ! પહેલા ‘TCS’ને 21 એકરનો પ્લોટ મળ્યો, હવે સરકાર આ કંપની સાથે ડીલ કરવા જઈ રહી છે

ફક્ત 99 પૈસામાં મળે છે જમીન! પહેલા TCSને મળ્યો હતો 21 એકરનો પ્લોટ, હવે સરકાર એક બીજી મોટી ડીલ તરફ આગળ વધી રહી છે. હવે પ્રશ્ન એ છે કે, કોણ છે આ કંપની? અને શું છે આ ડીલનું રહસ્ય?

ફક્ત 99 પૈસામાં મળશે આટલી મોટી જમીન ! પહેલા 'TCS'ને 21 એકરનો પ્લોટ મળ્યો, હવે સરકાર આ કંપની સાથે ડીલ કરવા જઈ રહી છે
| Updated on: Jun 20, 2025 | 7:49 PM
Share

આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે આઇટી કંપની કોગ્નિઝન્ટ સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કંપનીને શહેરમાં ફક્ત 99 પૈસામાં જમીન મળશે. બે મહિના પહેલા અહીંની સરકારે ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે પણ આવો જ કરાર કર્યો હતો.

કોગ્નિઝન્ટ મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે

કોગ્નિઝન્ટનું હેડક્વાર્ટર ન્યુ જર્સીના ટીનેકમાં છે. કંપનીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી આઠ વર્ષમાં રૂ. 1,582 કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. કંપની અહીં એક IT કેમ્પસ બનાવવા જઈ રહી છે, જેનાથી લગભગ 8,000 લોકોને નોકરી મળશે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ કેમ્પસ બેંગલુરુ પછી ભારતના બીજા સૌથી મોટા IT હબ હૈદરાબાદથી લગભગ 600 કિમી દૂર હશે અને ચેન્નાઈથી 800 કિમી દૂર હશે. એવી અપેક્ષા છે કે, કોગ્નિઝન્ટ માર્ચ 2029 સુધીમાં વિશાખાપટ્ટનમમાં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરશે.

વિશાખાપટ્ટનમ નવું IT હબ બનવા માટે તૈયાર!

આ વર્ષે એપ્રિલમાં TCSને 21 એકર જમીન ફાળવ્યા પછી રાજ્યના ટેકનોલોજી મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય વિશાખાપટ્ટનમને IT રોકાણ માટેનું નવું હબ બનાવવાનો છે.

તમને જણાવી દઈએ કે એપ્રિલમાં, આંધ્ર પ્રદેશ કેબિનેટે વિશાખાપટ્ટનમમાં TCSને 99 પૈસાના ટોકન લીઝ ભાવે 21.16 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી હતી. કંપનીએ IT હિલ નંબર 3માં મળેલી આ જમીનમાં IT કેમ્પસ બનાવવા માટે 1,370 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. આનાથી 12,000 લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.

ESIC અને સ્ટીલ પ્લાન્ટને પણ જમીન આપવામાં આવી હતી

આ ઉપરાંત, મંત્રીમંડળે વિજયનગરમમાં તેના સ્ટીલ પ્લાન્ટનો વ્યાપ વધારવા માટે મહામાયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. મંત્રીમંડળે ગુંટુર જિલ્લાના પટ્ટીપડુમંડલમાં નદીમપાલેમ ખાતે ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ)ને 100 બેડની હોસ્પિટલ અને રહેણાંક ક્વાર્ટર બનાવવા માટે 6.35 એકર જમીન પણ ફાળવી હતી.

સરકાર 99 પૈસામાં જમીન કેમ આપી રહી છે?

99 પૈસાની આ ડીલ સરકાર એક ખાસ રણનીતિ છે. આનાથી નવા ઉદ્યોગો બનશે, માળખાગત સુવિધાઓમાં સુધારો થશે, રાજ્યમાં નોકરીઓ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">