AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Civil Services Day: વડાપ્રધાન મોદીએ IAS અધિકારીઓને કહ્યું ‘બ્યૂરોક્રેસીથી ચૂક થઈ તો દેશ લુંટાઈ જશે’

સિવિલ સર્વિસના અધિકારીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું, દેશ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે આઝાદીના આ અમૃતકાળમાં તેમને યુવા અધિકારીઓની ભૂમિકા સૌથી વધારે છે, જે આગામી 15-20 વર્ષ આ સેવામાં રહેવાના છે.

Civil Services Day: વડાપ્રધાન મોદીએ IAS અધિકારીઓને કહ્યું 'બ્યૂરોક્રેસીથી ચૂક થઈ તો દેશ લુંટાઈ જશે'
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 1:26 PM
Share

આજની સરકાર દેશના સરહદી ગામોને છેલ્લું ગામ ન ગણીને પ્રથમ ગામ તરીકે કામ કરી રહી છે. ડિજિટલ ઈન્ડિયાનું આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે છતાં કેટલાક વિભાગો વારંવાર એ જ માહિતી માંગે છે જે તેમની પાસે પહેલાથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.

સિવિલ સર્વિસના અધિકારીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું, દેશ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે આઝાદીના આ અમૃતકાળમાં તેમને યુવા અધિકારીઓની ભૂમિકા સૌથી વધારે છે, જે આગામી 15-20 વર્ષ આ સેવામાં રહેવાના છે. તમને દેશની સેવા કરવા કરવાની તકી મળી છે.

તેમને કહ્યું કે આપણો દેશ હવે ખુબ જ ઉંચી છલાંગ માટે તૈયાર છે. છેલ્લા 9 વર્ષમાં જો દેશના ગરીબ લોકોને પણ સુશાસનનો વિશ્વાસ મળ્યો છે તો તેમાં તમારી મહેનતનો રંગ પણ જોવા મળ્યો છે. જો બ્યૂરોક્રેસીથી ચૂક થાય તો દેશનું ધન લુંટાઈ જશે.

આ પણ વાંચો: Poonch Attack: પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો, ISI સાથે મળીને ઘડ્યું કાવતરું

ભારત આજે સમગ્ર વિશ્વમાં છવાયુ છે

અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે આજ ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આજે ભારત છવાયુ છે, ડિજિટલ પેમેન્ટ મામલે ભારત નંબર વન છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. 2014ની તુલનામાં આજે દેશમાં બે ઘણી ઝડપથી નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અગાઉની સિસ્ટમના કારણે દેશમાં ચાર કરોડથી વધુ નકલી ગેસ કનેક્શન હતા. નકલી રેશનકાર્ડ હતા. દેશમાં એક કરોડ કાલ્પનિક મહિલાઓ અને બાળકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. બનાવટી સ્કોલરશિપનો લાભ આપવામાં આવતો હતો. લાખો કરોડો નકલી નામોની આડમાં ઈકો સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગાઉની સરકારો પર કર્યા પ્રહાર

અગાઉની સરકારો પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે દેશના લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આજે પડકાર એ નક્કી કરવાનો છે કે સમસ્યા કેવી રીતે દૂર થશે. હવે સરકાર બધા માટે કામ કરવાની ભાવના સાથે કામ કરી રહી છે.

‘કરદાતાના પૈસા પર નજર રાખવાની જવાબદારી તમારી છે’

પીએમ મોદીએ IAS અધિકારીઓને કહ્યું કે તમારી જવાબદારી છે કે જે રાજકીય પક્ષ સત્તામાં આવ્યો છે, જ્યાં તે કરદાતાના પૈસાનો ઉપયોગ કરી રહ્યો છે, તમારે તેનું ધ્યાન રાખવું પડશે. તમારે એ જોવુ પડશે કે રાજકીય પક્ષ વોટબેંક માટે તો કરદાતાઓના પૈસા વાપરતી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">