આધાર વેરીફિકેશન માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો, આધાર ધારકને હવે ઓફલાઇન ઈ-કેવાયસીનો વિકલ્પ મળશે

લોકો તેમના આધારનુ ઇન્ટરનેટ વગર કે ઓનલાઇન કર્યા વગર પણ વેરીફિકેશન કરાવી શકશે. જો કે આ માટે ડિજિટલી સાઇન કરાવેલા દસ્તાવેજ આપવાના રહેશે.

આધાર વેરીફિકેશન માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો, આધાર ધારકને હવે ઓફલાઇન ઈ-કેવાયસીનો વિકલ્પ મળશે
government-announces-new-rules-for-aadhaar-verification-aadhaar-holders-will-now-have-the-option-to-get-aadhaar-verified-offline

સરકારે આધાર(Aadhar) વેરીફિકેશન(Verification) માટે નવો નિયમ(Rule) જાહેર કર્યો છે. જે મુજબ આધારને હવે ઓફલાઈન વેરિફાય કરી શકાશે. લોકો તેમના આધારનુ ઇન્ટરનેટ વગર કે ઓનલાઇન કર્યા વગર પણ વેરીફિકેશન કરાવી શકશે. જો કે આ માટે ડિજિટલી સાઇન કરાવેલા દસ્તાવેજ(Document) આપવાના રહેશે.

સરકારે 8 નવેમ્બર 2021ના રોજ આધાર (ઓથેન્ટિકેશન અને ઑફલાઇન વેરિફિકેશન) રેગ્યુલેશન્સ, 2021 (રેગ્યુલેશન્સ) અંતર્ગત સૂચના આપી અને 9 નવેમ્બર 2021ના રોજ તેને સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરી. આ નિયમો ઇ-કેવાયસી માટે આધારની ઑફલાઇન ચકાસણી માટેની વિગતવાર પ્રક્રિયા દર્શાવે છે.

નવા નિયમમાં શું છે? નવા નિયમમાં આધાર ધારકને એક વિકલ્પ મળે છે કે તે આધાર ઇ-કેવાયસી વેરિફિકેશનની પ્રક્રિયા માટે એજન્સીને પોતાનો આધાર ઑફલાઇન આપી શકે છે. આ પછી તે એજન્સી કેન્દ્રીય ડેટાબેઝ સાથે આધાર ધારક દ્વારા આપવામાં આવેલ આધાર નંબર, નામ, સરનામું વગેરે મેચ કરી જુએ છે. તે મેચ યોગ્ય જણાય તો જ ચકાસણીની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે.

નવા નિયમ મુજબ આધારના વેરીફિકેશન માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા દસ્તાવેજ આપવાના રહે છે. આ ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજ આધારની સરકારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરવામાં આવવા જોઈએ. આ દસ્તાવેજ પર યુઝરના આધાર નંબરના છેલ્લા ચાર અક્ષરો આપવામાં આવ્યા છે.

આ દસ્તાવેજમાં આધાર નંબરના છેલ્લા 4 અક્ષરો, નામ, જાતિ, સરનામું, જન્મ તારીખ અને ફોટો વિશેની માહિતી છે. સરકારે જાહેર કરેલો નવો નિયમ આધાર ધારકને વેરિફિકેશન એજન્સીને નકારવાનો અધિકાર આપે છે કે તેનો કોઈ પણ ઈ-કેવાયસી ડેટા સંગ્રહિત ન કરવો જોઈએ. E-KYC ડેટાનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જ્યારે વેરિફિકેશન કરવાનું હોય, અન્યથા એજન્સી આધાર ધારકની કોઈપણ માહિતી જાળવી શકશે નહીં. યુઝરના કહેવા પર આધાર વેરિફિકેશન એજન્સીએ તમામ ડેટા ડિલીટ કરવાનો રહેશે અને યુઝરને તેના વિશે એક સ્વીકૃતિ આપવી પડશે.

UIDAI નીચેની પ્રકારની આધારની ઑફલાઇન ચકાસણી કરશે QR કોડ ચકાસણી આધાર પેપરલેસ ઑફલાઇન E-KYC વેરિફિકેશન ઈ-આધાર વેરિફિકેશન ઑફલાઇન પેપર આધારિત ચકાસણી UIDAI દ્વારા સમયાંતરે રજૂ કરાયેલ ઑફલાઇન ચકાસણીનો અન્ય કોઈપણ મોડ

આધાર ચકાસણી પદ્ધતિઓ ઓનલાઈન આધાર વેરિફિકેશન માટે બીજી ઘણી સિસ્ટમો છે. વસ્તી વિષયક પ્રમાણીકરણ વન-ટાઇમ પિન આધારિત પ્રમાણીકરણ બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણ મલ્ટી ફેક્ટર પ્રમાણીકરણ

સરકારે આધાર વેરિફિકેશન E-KYC પ્રક્રિયાને ઓફલાઈન અથવા ઓનલાઈન મોડ દ્વારા વધુ સુવિધાજનક બનાવી છે. આધાર ડેટાની ચકાસણી કરતી અધિકૃત એજન્સીઓ કોઈપણ યોગ્ય પ્રમાણીકરણ મોડ પસંદ કરી શકે છે અને સુરક્ષાને વધારવા માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશનને પણ પસંદ કરી શકે છે.

આ પણ વાંચોઃ અમિત શાહે કહ્યું કેટલાક લોકો પવિત્ર ભૂમિને બદનામ કરે છે, આઝમગઢને આતંકનો અડ્ડો બનાવી દીધો, હવે અહીં બનશે કોલેજો

આ પણ વાંચોઃ મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati