અમિત શાહે કહ્યું કેટલાક લોકો પવિત્ર ભૂમિને બદનામ કરે છે, આઝમગઢને આતંકનો અડ્ડો બનાવી દીધો, હવે અહીં બનશે કોલેજો
યોગી આદિત્યનાથે માફિયા રાજમાંથી મુક્તિ અપાવવાનું સૌથી મોટું કામ કર્યું છે. 5 લાખ ઘરોમાં શૌચાલય પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું.
Amit Shah in Uttar Pradesh: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની બે દિવસીય મુલાકાતે છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આઝમગઢ સ્ટેટ (AzamGadh State) યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. તે જ સમયે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ હાજર હતા. તેમણે યુપીમાં લોકોને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસ (Congress) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પવિત્ર ભૂમિને કેટલાક લોકો દ્વારા બદનામ કરવામાં આવી છે. આઝમગઢને આતંકનો અડ્ડો (Terrorist Den) બનાવ્યો, હવે અહીં કોલેજો બનશે.
તેમણે વધુમાં કહ્યું કે, યોગી આદિત્યનાથે માફિયા રાજમાંથી મુક્તિ અપાવવાનું સૌથી મોટું કામ કર્યું છે. 5 લાખ ઘરોમાં શૌચાલય પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું. વિશાળ સંરક્ષણ કોરિડોર આપવામાં આવ્યો છે.
મેડીકલ કોલેજ બનાવવાના વાયદા પુરા કર્યા
અમિત શાહે કહ્યું કે, સપાના શાસનમાં સમગ્ર વિશ્વમાં કટ્ટરવાદી વિચારસરણી અને આતંકવાદના અભયારણ્ય તરીકે ઓળખાતા આઝમગઢની ધરતી પર આજે માતા સરસ્વતીના ધામ બનાવવાનું કામ થવા જઈ રહ્યું છે. 2017માં અમે મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે 10 નવી યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે અને આજે હું અહીં આવ્યો છું ત્યારે આજે 10 યુનિવર્સિટી બનાવવાનું કામ પૂર્ણ થયું છે, અમે 40 મેડિકલ કોલેજ બનાવવાનું વચન આપ્યું હતું, અમે આ વચન પણ પૂરું કર્યું છે. અમિત શાહે કહ્યું કે આ વખતે આઝમગઢની તમામ વિધાનસભા સીટો પર કમળ ખીલશે.
તેમણે કહ્યું કે મેં સીએમ યોગીને પૂછ્યું કે આઝમગઢ યુનિવર્સિટી જ્યાં બની છે તે સ્ટેજ ક્યાં છે, તો સીએમ યોગીએ કહ્યું કે અહીં યુનિવર્સિટી અને મંદિર બનશે. હું સીએમ યોગીને સૂચન કરવા માંગુ છું કે મહારાજ સુહેલદેવે આ યુપીની ધરતી પરથી વિદેશી આક્રમણકારોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. જો તમે આ યુનિવર્સિટીનું નામ મહારાજના નામ પર રાખશો તો મોટી વાત થશે.