Delhi: દિલ્હીથી જયપુર જવું થશે સસ્તું, E-Highway પર દોડશે ઈલેક્ટ્રિક વાહનો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દિલ્હી અને જયપુર વચ્ચે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું તેમનું સપનું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે 5000 કિલોમીટરના નેશનલ હાઈવેને ઈવી-હાઈવેમાં રૂપાંતરિત કરવામાં આવશે.

Delhi: દિલ્હીથી જયપુર જવું થશે સસ્તું, E-Highway પર દોડશે ઈલેક્ટ્રિક વાહનો
E-Highway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 2:57 PM

દિલ્હીથી (Delhi) જયપુર (Jaipur) હાઇવે વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે છે. હાઇવેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ હાઈવે પર લોકો સસ્તા દરે મુસાફરી કરી શકશે. આ માટે હાઇવેને ઇલેક્ટ્રિક બનાવવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો દોડી શકે તે માટે વિવિધ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઈમારતોની છત પર સોલાર પેનલ લગાવશે

ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોને પાવર સપ્લાય કરવા માટે NHAI આ સ્ટેશનોની આસપાસ દિલ્હી અને જયપુર વચ્ચેના હાઈવે પર સરકારી અને બિનસરકારી ઈમારતોની છત પર સોલાર પેનલ લગાવશે, જેથી સ્ટેશનો પર પાવર સપ્લાય થઈ શકે અને વિક્ષેપિત થાય નહીં.

ઈલેક્ટ્રિક બસનું ભાડુ 360 રૂપિયા

દિલ્હી-ગુરુગ્રામ-જયપુર વચ્ચેનું અંતર 278 કિલોમીટર છે. બસ દ્વારા દિલ્હીથી જયપુર જવા માટે લગભગ 1,000 રૂપિયા લાગે છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 8 ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરી ખૂબ સસ્તી છે. ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરવા માટે માત્ર 360 રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે દેશના અન્ય ધોરીમાર્ગોનું વિદ્યુતીકરણ થાય જેથી પ્રદુષણ ઓછું થાય અને મુસાફરી પણ સસ્તી થાય.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

5000 કિલોમીટરના હાઈવેને ઈવી હાઈવે બનાવવાની યોજના

ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ વર્ષની શરૂઆત સુધીમાં દિલ્હી અને જયપુર વચ્ચે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું તેમનું સપનું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે 5000 કિલોમીટરના નેશનલ હાઈવેને ઈવી-હાઈવેમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Air India ની ફ્લાઈટમાં ખામી સર્જાતા તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવ્યું, પ્લેનમાં 154 લોકો સવાર હતા

એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં દેશભરમાં લગભગ 10,000 કિમી ઓપ્ટિક ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કામ કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">