Air India ની ફ્લાઈટમાં ખામી સર્જાતા તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવ્યું, પ્લેનમાં 154 લોકો સવાર હતા
આ વિમાને તમિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે 10:45 વાગ્યે ઉડાન ભરી હતી. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલને એરક્રાફ્ટમાં ખરાબી અંગે જાણ થઈ ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ ફૂટ ઈમરજન્સી જાહેર કરી હતી.
તમિલનાડુના (Tamil Nadu) તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા (Air India) એક્સપ્રેસ ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં 154 પેસેન્જર હતા. મળતી માહિતી મુજબ આ એરક્રાફ્ટનું લેન્ડિંગ તિરુવનંતપુરમના એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર આ લેન્ડિંગ થયું છે.
એરપોર્ટ ઓથોરિટીએ તરત જ ફૂટ ઈમરજન્સી જાહેર કરી
આ વિમાને તમિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે 10:45 વાગ્યે ઉડાન ભરી હતી. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલને એરક્રાફ્ટમાં ખરાબી અંગે જાણ થઈ ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ ફૂટ ઈમરજન્સી જાહેર કરી હતી. ઇમરજન્સીની ઘોષણા ઉપરાંત, એરપોર્ટ પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Flight IX613, operating between Tiruchirappalli and Sharjah today, made a precautionary landing at Thiruvananthapuram International Airport. The decision was taken due to a technical snag post-takeoff. The airline clarifies that this was not an emergency landing: Air India… https://t.co/UevmshwCZR
— ANI (@ANI) July 31, 2023
વિમાન લગભગ 50 મિનિટ સુધી હવામાં રહ્યું
કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ વિમાન લગભગ 50 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. બાદમાં તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, બપોરે તિરુવનંતપુરમમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 154 મુસાફરો હતા. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ પણ વાંચો : હજી આટલો સમય બંધ રહી શકે છે Go First એરલાઈન્સની ફ્લાઈટ્સ ! મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી
આ ઈમરજન્સી લેન્ડિંગ ન હતું: એર ઈન્ડિયા
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર IX613 એ આજે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. ટેકઓફ બાદ ટેક્નિકલ ખામી સર્જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને સ્પષ્ટતા કરી હતી કે તે ઈમરજન્સી લેન્ડિંગ નથી.