AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવામાં દરેક પર્યટકને મળી રહી છે મફતમાં બીયર, કરવું નથી કોઈ કામ, હરો-ફરો, પીવો બીયર અને કરો આરામ

ગોવામાં બીચ (દરિયા કાંઠે) બીયર પીવા પર પ્રતિબંધ ફરમાવાયો છે, પરંતુ આપ કચરો વીણીને બીયર પી શકો છો ! આ વાત થોડીક વિચિત્ર લાગશે, પરંતુ આ વાત સાચી છે. તાજેતરમાં જ ગોવામાં બીચ પર બીયર પીવા પર બૅન મૂકવામાં આવ્યુ છે અને આવું કરનાર પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, તેવી જાહેરાત થઈ છે. આ […]

ગોવામાં દરેક પર્યટકને મળી રહી છે મફતમાં બીયર, કરવું નથી કોઈ કામ, હરો-ફરો, પીવો બીયર અને કરો આરામ
| Updated on: Feb 04, 2019 | 5:54 AM
Share

ગોવામાં બીચ (દરિયા કાંઠે) બીયર પીવા પર પ્રતિબંધ ફરમાવાયો છે, પરંતુ આપ કચરો વીણીને બીયર પી શકો છો !

આ વાત થોડીક વિચિત્ર લાગશે, પરંતુ આ વાત સાચી છે. તાજેતરમાં જ ગોવામાં બીચ પર બીયર પીવા પર બૅન મૂકવામાં આવ્યુ છે અને આવું કરનાર પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, તેવી જાહેરાત થઈ છે.

આ પણ વાંચો : અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માગતા મુસાફરો માટે રાજ્ય સરકારે કરી ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO

પરંતુ હવે ગોવા બીચ પર બીયરની 10 બોટલોના ઢાંકણો અને વપરાયેલી સિગરેટના 20 બટના બદલામાં વેસ્ટ-બારમાં આપને એક બોતલ બીયર મફત મળી શકે છે.

આ પહેલનો ઉદ્દેશ ગોવા આવતા પ્રવાસીઓમાં સંરક્ષણ પ્ર્તયે જાગૃતિ પેદા કરવાનો અને બીચને સ્વચ્છ રાખવાનો છે.

વેસ્ટ બારનો આઇડિયા દૃષ્ટિ મરીન નામની એક ખાનગી બીચ મૅનેજમેંટ એજન્સીનો છે. આ સંસ્થાને રાજ્યના પ્રવાસન મંત્રાલયે ગોવાના દરિયા કાંઠાઓને કચરાના સંકટમાંથી છુટકારો અપાવવાના કામે લગાડી છે.

આ પણ વાંચો : Goa બીચ પર દારૂ પીવાનો તમારો શોખ પડી શકે છે ભારે, નહીં બચી શકો Goa Tourismના કહેરથી, જાણો શું છે નવા નિયમો

દૃષ્ટિ મરીનની આ પહેલની શરુઆત ગત 30 જાન્યુઆરીથી થઈ ગઈ છે અને ઉત્તરી ગોવાના બાગા બીચ ખાતે આવેલ પ્રસિદ્ધ ટીટો લેન પર જંજીબાર સૅકમાં વેસ્ટ બાર ખોલવામાં આવ્યા છે.

દૃષ્ટિ મરીન સાથે મળી આ અભિયાનની સંકલ્પના કરનાર નોરીન વૅન હોલ્સ્ટીને જણાવ્યું, ‘વેસ્ટ બાર એક ફાયદાકારક સંકલ્પના છે વેસ્ટ બાર બીચ માટે હકારાત્મક ઉપાય છે. સાથે જ આ કાર્યક્રમ ભીડને આકર્ષિત કરવાની દિશામાં પણ એક હકારાત્મક પગલું છે. આપના ગ્રાહકો બહુ ખુશ થાય છે, કારણ કે તેમને લાગે છે કે તેઓ સમાજ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને મફતમાં બીયર પીવાનું પણ મળી રહ્યું છે. બ્રાંડને પણ પોતાની પૉઝિશન બનાવવામાં મદદ મળે છે.’

તેમણે કહ્યું, ‘લોકોને ગોવાની બે વસ્તુઓ આકર્ષે છે, બીચ અને બાર. તેથી તેઓ જે વસ્તુઓ માટે અહીં આવે છે, તે તેમને આપો. કચરો એકઠો કરવા માટે તેમને મફતામાં પીવા મળે છે. તેથી તેઓ બીચ પર કચરાને લઈને જાગૃત થાય છે, કારણ કે હવે કચરાની કિંમત છે. તેઓ ગોવાથી સારા અનુભવ સાથે પરત ફરે છે.’

નોરીન વૅન હોલ્સ્ટીને જણાવ્યું કે વેસ્ટ બારની શરુઆત થોડાક વર્ષ પહેલા નેધરલૅંડમાં કરાઈ અને આ આઇડિયા લોકપ્રિય બનતો જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સિગરેટના ઠૂંઠા અને બોતલોનો ઢાંકણાઓ ઉપરાંત વપરાયેલી પાંચ પ્લાસ્ટિક સ્ટ્રૉ માટે આપને એક બોતલ ઠંડી બીયર અને કૉકટેલ મળશે. આગામી કેટલાક મહિનાઓમાં વિવિધ જગ્યાઓ પર વેસ્ટ બાર નજરે પડશે.

નોંધનીય છે કે ગોવામાં દર વર્ષે લગભગ 80 લાખ પ્રવાસીઓ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બીચો પર કચરાનો ઢગલો થવા લાગ્યો છે કે જે ચિંતાનો વિષય બની ગયો છે.

[yop_poll id=1055]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">