PM Narendra Modi Gita Press: ગાંધી શાંતિ પુરસ્કારનું હકદાર હતું ગીતા પ્રેસ, તેનું કાર્યાલાય મંદિર સમાન- વડાપ્રધાન મોદી
PM મોદીએ ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહને સંબોધતા કહ્યું કે, જ્યાં ગીતા હોય છે ત્યાં કૃષ્ણ પણ હોય છે. જ્યાં કૃષ્ણ રહે છે, ત્યાં કરુણા અને કર્મ રહે છે. તેમણે કહ્યું કે ગીતા પ્રેસને સંતોની કર્મસ્થળી તરીકે ઓળખવામાં આવે છે. ગીતા પ્રેસ એ સંસ્થા નથી પરંતુ આસ્થાનું પ્રતિક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શુક્રવારે ગીતા પ્રેસના (Gita Press) શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, ગીતા પ્રેસ એક સંસ્થા નથી, પરંતુ જીવંત આસ્થા છે. તે આ સ્વરૂપમાં હાજર વિશ્વમાં તે એકમાત્ર પ્રેસ છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ગીતા પ્રેસ કરોડો લોકો માટે એક મંદિર છે. તેના નામ અને કામ બંનેમાં ગીતા છે. ગીતા પ્રેસ હિંદુ ધાર્મિક પુસ્તકો છાપનારી દુનિયાની સૌથી મોટી પ્રકાશન સંસ્થા છે.
એવોર્ડ એનાયત કરનાર જ્યુરીના અધ્યક્ષ વડાપ્રધાન મોદી હતા
થોડા દિવસો પહેલા ગીતા પ્રેસને ‘ગાંધી શાંતિ પુરસ્કાર 2021’ એનાયત કરવામાં આવ્યો હતો. ગીતા પ્રેસને એવોર્ડ એનાયત કરનાર જ્યુરીના અધ્યક્ષ વડાપ્રધાન મોદી હતા. ગાંધી શાંતિ પુરસ્કાર હેઠળ ગીતા પ્રેસને એક કરોડ રૂપિયાની રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જો કે ગીતા પ્રેસે કહ્યુ હતું કે, તે ઈનામની રકમ નહીં લે, પરંતુ પ્રશસ્તિપત્રનો સ્વીકાર કરશે.
ગીતા પ્રેસનું કાર્યાલય મંદિર સમાન
PM મોદીએ ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહને સંબોધતા કહ્યું કે, જ્યાં ગીતા હોય છે ત્યાં કૃષ્ણ પણ હોય છે. જ્યાં કૃષ્ણ રહે છે, ત્યાં કરુણા અને કર્મ રહે છે. તેમણે કહ્યું કે ગીતા પ્રેસને સંતોની કર્મસ્થળી તરીકે ઓળખવામાં આવે છે. ગીતા પ્રેસ એ સંસ્થા નથી પરંતુ આસ્થાનું પ્રતિક છે. વડાપ્રધાને કહ્યું કે, ગીતા પ્રેસને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો કારણ કે તે તેનું હકદાર છે. ગીતા પ્રેસનું કાર્યાલય મંદિર સમાન છે.
ગીતા પ્રેસની સુવર્ણ શતાબ્દીના સાક્ષી બનવું એ આપણું સૌભાગ્ય
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગીતા પ્રેસના રૂપમાં એક આધ્યાત્મિક જ્યોતિ પ્રગટાવવામાં આવી છે, જેનો પ્રકાશ માનવતાને માર્ગદર્શન આપી રહ્યો છે. ગીતા પ્રેસની સુવર્ણ શતાબ્દીના સાક્ષી બનવું એ આપણું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે ગીતા પ્રેસ ભારતને જોડીને એક કરી રહી છે.
આ પણ વાંચો : Tripura: ત્રિપુરા વિધાનસભામાં હંગામો થયો, ધારાસભ્યોએ ટેબલ પર ચઢીને કર્યું પ્રદર્શન, જુઓ Video
ગીતા પ્રેસના મૂલ્યોને લઈને પણ વડાપ્રધાને વાત કરી હતી. તેમણે કહ્યું કે ગીતા પ્રેસ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જો તમારું લક્ષ્ય અને મૂલ્યો પવિત્ર હશે, તો તમને ચોક્કસ સફળતા મળશે. ગીતા પ્રેસ હંમેશા સામાજિક મૂલ્યોને સમૃદ્ધ કરતી સંસ્થા છે. તેમણે લોકોને કર્તવ્ય પથનો માર્ગ બતાવ્યો છે.