AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi G21 Plan: PM મોદી G20ને કેમ G21 બનાવવા માંગે છે? જાણો શું છે સંપૂર્ણ યોજના

વૈશ્વિક વેપારનો હિસ્સો 75 ટકાથી વધુ છે. વિશ્વની કુલ વસ્તીના બે તૃતીયાંશ લોકો G20 દેશોની છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે G20ને G21 બનાવવામાં આવે. ત્યારે આ G20ને G21 કેમ બનાવવા માંગે છે પીએમ મોદી જાણો અહીં

PM Modi G21 Plan: PM મોદી G20ને કેમ G21 બનાવવા માંગે છે? જાણો શું છે સંપૂર્ણ યોજના
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:24 AM
Share

PM Modi: ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલ G20 બેઠકની વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશોનો સમૂહ છે. આ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકના મુદ્દા વૈશ્વિક જીડીપીના 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

વૈશ્વિક વેપારનો હિસ્સો 75 ટકાથી વધુ છે. વિશ્વની કુલ વસ્તીના બે તૃતીયાંશ લોકો G20 દેશોની છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે G20ને G21 બનાવવામાં આવે. ત્યારે આ G20ને G21 કેમ બનાવવા માંગે છે પીએમ મોદી જાણો અહીં

પીએમ G20ને G21 બનાવવા કેમ માંગે છે?

પીએમ મોદીનું માનવું છે કે આફ્રિકન યુનિયન જેમાં કુલ 55 દેશો સભ્ય છે. તેમને યુરોપિયન યુનિયન અને અન્ય દેશોની સાથે G20માં સામેલ કરવા જોઈએ. તેમણે આ માટે G-20 પહેલાથી સામેલ દેશોને પ્રસ્તાવ આપ્યો છે. જૂનમાં, પીએમ મોદીએ જી-20 દેશોના નેતાઓને 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટને લઈને પત્ર લખ્યો હતો.

જેમાં તેમણે પ્રસ્તાવ મૂક્યો કે આ કોન્ફરન્સમાં આફ્રિકન યુનિયનને G-20નું સંપૂર્ણ સ્થાયી સભ્યપદ આપવામાં આવે. તમને જણાવી દઈએ કે આફ્રિકન યુનિયનને હાલમાં સર્વોચ્ચ સમૂહ માનવામાં આવે છે જે તેમાં સામેલ ઘણા દેશોના પ્રતિનિધિત્વ કરે છે. આ જૂથ આફ્રિકન દેશોની પ્રગતિ અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. જૂથ સત્તાવાર રીતે 2002 માં શરૂ થયું હતું.

G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવાનો વિચાર

મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ જાન્યુઆરીમાં આયોજિત ‘વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ’ સમિટમાં G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવાનો વિચાર કર્યો હતો જેમાં આફ્રિકન ખંડના 54 દેશોમાંથી મોટા ભાગના લોકોએ ભાગ લીધો હતો. આ પછી આદીસ અબાબા, ઇથોપિયામાં ચર્ચા કરવામાં આવી જ્યાં આફ્રિકન યુનિયનનું મુખ્યાલય આવેલું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આવા પગલા માટે તમામ G20 નેતાઓની સંમતિની જરૂર પડશે.

PM મોદી G21 પર કેમ આગ્રહ કરી રહ્યા છે?

ભારત આ વર્ષે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ખાસ કરીને જી-20 એજન્ડામાં આફ્રિકન દેશોની પ્રાથમિકતાઓને સામેલ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીએ આફ્રિકન યુનિયનની વિનંતી બાદ જી-20 નેતાઓને પત્ર લખ્યો છે. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય મંચ પર આફ્રિકન યુનિયનનો અવાજ ઉઠાવવાનો છે. તેની સાથે ભવિષ્યની દુનિયાને પણ ઘડવી પડશે.

હકીકતમાં, આફ્રિકન ખંડ, જે ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે, તેના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે મદદની જરૂર છે. આવી સ્થિતિમાં G20 વિશ્વની અર્થવ્યવસ્થા અને ગવર્નન્સ સ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો વિકસિત દેશો આફ્રિકાની આર્થિક સ્થિરતા અને તાકાત વધારવામાં રસ ધરાવતા હોય છે. આફ્રિકા આર્થિક રીતે મજબૂત બને તે વિકસિત અર્થતંત્રોના હિતમાં હશે.

આ વર્ષે G20 એ સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બેંક અને IMF જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઉપરાંત બાંગ્લાદેશ, સિંગાપોર, સ્પેન અને નાઇજીરીયા સહિત નવ બિન-સભ્ય ‘અતિથિ’ દેશોને પણ આમંત્રણ આપ્યું છે. પીએમ મોદી વિશે વાત કરીએ તો, તેઓ આંતરરાષ્ટ્રીય મંચો પર વૈશ્વિક દક્ષિણ દેશો, ખાસ કરીને આફ્રિકન દેશોને મોટો અવાજ આપવામાં વિશ્વાસ રાખે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">