“ગોડ્સેને ફાંસીની સજા સંભળાવી ત્યારે કોર્ટરૂમમાં લોકોની આંખોમાં આંસુ હતા…” ગોડ્સેને સજા સંભળાવનાર જજે આવુ કેમ કહ્યુ?- વાંચો
ગોડ્સેને સજા સંભળાવનારા ત્રણ જસ્ટિસ પૈકી હતા જસ્ટિસ જીડી ખોસલા. તેમના એક પુસ્તકમાં તેમણે લખ્યુ છે કે ગોડ્સેને ફાંસીની સજા સંભળાવી એ દિવસે કોર્ટરૂમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખમાં આસુ હતા. જો કોર્ટરૂમમાં બેસેલા પ્રેક્ષકો જ્યુરી હોત તો ગોડ્સેને કોઈ નાયકની જેમ નિર્દોષ ઠેરવાયો હોત.. જજે આવુ શા માટે કહ્યુ.. વાંચો જસ્ટીસનો પક્ષ અને ગોડ્સે એ ખુદ પોતાના પક્ષમાં કહેલી દલીલો.

જસ્ટિસ જીડી ખોસલા ગોડ્સે ગોડ્સેની વિરુદ્ધ ચુકાદો દેનારા ત્રણ જજો પૈકી એક હતા. એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. જસ્ટિસ ખોસલાના પુસ્તક ‘The Murder Of the Mahatma’ના પેજ નંબર 234 પર લખાયુ છે કે જે દિવસે ગોડ્સેએ તેમનો પક્ષ કોર્ટમાં રાખ્યો, તે દિવસે ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ હતા. જો કોર્ટમાં સુનાવણી સાંભળવા આવેલા દર્શકોને જો જ્યુરીનો દરજ્જો આપી દેવાય તો નાથુરામ ગોડ્સેને બહુમતીના આધાર પર મહાત્મા ગાંધીની હત્યાના આરોપમાં નિર્દોષ કરાર આપી દેવામાં આવતો. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ગોડ્સેના કેસમાં ચુકાદો સંભળાવનાર ન્યાયધિશ ખુદ કહી રહ્યા છે. એ દિવસે કોર્ટનું દૃશ્ય કંઈક જ કંઈક એવુ હતુ જાણે હિંદી ફિલ્મમાં કોર્ટરૂમનો કોઈ ઈમોશનલ સીન ચાલી રહ્યો હોય. જેમા હિરો દોષી સાબિત થઈ જાય અને તેને સજા મળે છે. ત્યારે કોર્ટમાં રહેલા દર્શકોની સહાનુભૂતિ...
