ગડકરી કે રોડકરી ! જાણો નિતિન ગડકરીને તેના કામને લઈ લોકો ક્યાં ક્યાં નામથી ઓળખે છે, જુઓ Video
Tv9 નેટવર્કની ગડકરી સાથે થયેલી વાતમાં તેમણે જણાવ્યુ હતું કે મને લોકો અલગ અલગ નામથી બોલાવે છે. તેમણે સૌ પ્રથમ એકટ્રેસનું નામ લીધું કહ્યું મે મુંબઈમાં બ્રિજ બનાવ્યા ત્યારે તેણીએ મને બ્રિજ ભુષણ નામ આપ્યું. 2014થી ભારતે મહત્તમ રોડ નેટવર્કના મામલે ચીનને પાછળ છોડી દીધું છે અને છેલ્લા 9 વર્ષમાં દેશમાં 1.45 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. ભારતે આ રેકોર્ડમાં હરીફ ચીનને પણ પાછળ પાડીને, તેની પાસેથી બીજા નંબરનો ક્રમાંક છીનવી લીધો છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે 2014થી ભારતે મહત્તમ રોડ નેટવર્કના મામલે ચીનને પાછળ છોડી દીધું છે અને છેલ્લા 9 વર્ષમાં દેશમાં 1.45 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને
આ વચ્ચે Tv9 નેટવર્કની ગડકરી સાથે થયેલી વાતમાં તેમણે જણાવ્યુ હતું કે મને લોકો અલગ અલગ નામથી બોલાવે છે. તેમણે સૌ પ્રથમ એકટ્રેસનું નામ લીધું કહ્યું મે મુંબઈમાં બ્રિજ બનાવ્યા ત્યારે તેણીએ મને બ્રિજ ભુષણ નામ આપ્યું. જે બાદ બાલા સાહેબ ઠાકરેએ મને ગડકરીની જગ્યાએ રોડકરી નામ આપ્યું. આ વચ્ચે તેમણે કહ્યું મારી સાથે રોડ મહારાષ્ટ્ર થી જોડાયેલા છે. મુંબઈમાં 55 ફ્લાઈ ઓવર બનાવ્યા. જોકે નિતિન ગડકરીને તેમણના ફેવરેટ નામ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું મારૂ ફેવરેટ નામ નિતિન જ છે લોકો પ્રેમથી અને મારા કામથી મને અલગ અલગ નામથી બોલાવે છે.





